ગોરખપુરના એક ઉદ્યોગપતિએ પોતાના ૧૦ વર્ષની બર્થડે પાર્ટી મનાવવા માટે કોરોના વાયરસના નિયમોનો ભંગ કર્યો કરતા ફરિયાદ દાખલ કરાઇ છે. ગુરૂવારે આ અંગેને વીડિયો વાયરલ થયો હતો. આરોપી વરૂણ અગ્રવાલની સામે ગોરખપુર પોલીસે રોગચાળા કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. પાર્ટીમાં સામેલ અન્ય ૫૦ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પણ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. અગ્રવાલે ગોરખપુરના બેતિહાટા વિસ્તારના સર્રાફા રેસિડેન્સી એપાર્ટમેન્ટના રહેવાસીઓને આમંત્રણ આપ્યું હતું. વાયરલ ફૂટેજમાં ડઝનબંધ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કરતા જણાઇ રહ્યા છે. અગ્રવાલે પોતાના નજીકના રહેવાસીઓના વિરોધ છતાં પુત્ર માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. સર્કલ ઓફિસર સુમિત શુક્લાએ જણાવ્યું કે, આ વીડિયોની ચકાસણી કરતા તે સાચો સાબિત થયો હતો. ત્યારબાદ સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરી હોવા છતાં બર્થડે પાટીમાં સામેલ થવા માટે લોકોને આમંત્રિત કરનારા આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે. પોલસે પાર્ટી દરમિયાન ઉપયોગમાં લેવાયેલી કેટલીક ખુરશીઓ પણ કબજે લીધી છે. દરમિયાન અગ્રવાલે કહ્યું કે, તેનો ઇરાદો લોકડાઉન ભંગ કરવાનો ન હતો અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ અને માફી માગીએ છીએ. કમનસીબે પાર્ટીમાં સામેલ લોકોએ સોશિયલ ડિસન્સિંગના નિયમોનું પાલન કર્યું નહીં. પાર્ટીમાં સામેલ તમામ લોકો બિલ્ડિંગના રહેવાસીઓ જ હતા અને કોઇ બહારથી આવ્યું ન હતું. બિલ્ડિંગના રહેવાસીઓ પહેલાથી જ એલર્ટ છે અને કોઇને બહારથી આવવા દેતા નથી.