(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૬
આણંદ જિલ્લાનાં બોરસદ મામલતદાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ અંગેની હક્ક પત્રકમાં નોંધ દાખલ કરવા માટે વાસણા ગામનાં અરજદાર પાસેથી ૨૦ હજારની લાંચની માંગણી કરનાર સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર મયુર મકવાણાને એસીબીએ ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર વાસણા ગામનાં અરજદારએ પોતાનાં વેચાણ દસ્તાવેજ અંગેની હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવવા માટે બોરસદ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જે અરજીને લઈને મામલતદાર કચેરીનાં સર્કલ ઓફિસર મયુરકુમાર રામુભાઈ મકવાણા (નાયબ મામલતદાર)એ અરજદારને રૂબરૂ બોલાવ્યા હતા અને કહ્યું હતું કે,તમારા વેચાણ દસ્તાવેજ અંગેના હક્ક પત્રકમાં નોંધ કરવાની અરજી મળી છે જેમાં બે ત્રણ ક્વેરીઓ છે. જેથી નામંજૂર કરવી પડી છે. તેમ કહી આ અરજી મંજૂર કરાવવી હોય તો રૂા.૨૫૦૦૦ આપવા પડશે. તેવી વાત કરી હતી.