અમદાવાદ,તા.૩
સામાન્ય રીતે છેતરપિંડીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય તો તેમાં મસમોટી રકમની છેતરપિંડી થઈ હોવાનું મોટાભાગે જોવા મળે છે પરંતુ અમદાવાદમાં માત્ર રૂા.રપ૦ની છેતરપિંડી મામલે પોલીસ દફતરે એફઆઈઆર નોંધાઈ છે. જેનું કારણ જાણીને કોઈપણ ચોંકી જશે. કેમ કે, કોરોનાની મહામારીમાં ધંધો શરૂ કરવા હેલ્થ કાર્ડ કાઢી આપવાના નામે એક યુવક ઠગાઈ આચરતો હતો.
વિગતવાર વાત કરીએ તો કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શાકભાજી સહિતના ધંધા-રોજગાર કરતા લોકોને જો કોરોના થાય તો તેમના થકી અન્ય લોકોને કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહેલી છે ત્યારે તંત્ર દ્વારા આવા સુપર સ્પેડર્સને હેલ્થકાર્ડ કઢાવ્યા બાદ જ ધંધા-રોજગાર કરી શકે તેવી ગાઈડલાઈન બહાર પાડી હતી. ત્યારે અમદાવાદના નારોલ ખાતે રહેતા આરતીબહેન મંગલસિંહ પરમારે નારોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે, આરોપી વિમલ ભક્તિપ્રસાદ બાલાશંકર ઠાકર (રહે.શ્રીનાથ ફ્લેટ રાજેશ્વરી કોલોની, ઈસનપુર)એ નારોલ કર્ણાવતી ચોક ચાર રસ્તા ખાતે કાપડ અને શાકભાજીનો વેપાર-ધંધો કરવા હેલ્થકાર્ડ કઢાવી આપવાના બહાને આરતીબહેન પાસેથી રૂા.રપ૦ લઈ છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે નારોલ પોલીસે આરોપી વિમલ ઠાકરની અટકાયત કરી કોવિડ-૧૯નો રિપોર્ટ કઢાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે નારોલ પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિમલે હેલ્થકાર્ડ કઢાવવાના નામે અન્ય ૧પ જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ હેલ્થકાર્ડ કાઢી આપવાના નામે છેતરપિંડી આચરી છે. ઉપરાંત તેણે નાણાં કમાવવા માટે ખોટી રીતે હેલ્થકાર્ડ કઢાવી આપ્યું હોય તો તેનાથી કોઈ બિમાર ફેરિયાને લીધે કોરોનાનું સંક્રમણ પણ ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે એ દિશામાં પણ પોલીસ તપાસ કરે તે જરૂરી બન્યું