(એજન્સી) તા.ર૨
દેશની સુરક્ષા મંત્રાલયના રિપોર્ટ મુજબ નાર્ગોનો-કારાબાખમાં વિસ્ફોટ પછી આર્મેનિયન સૈનિકો દ્વારા લગાવવામાં આવેલ ખાણથી રશિયન સૈનિકનું મોત થયું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વિસ્ફોટ શુશા શહેરમાં થયો જ્યારે રશિયન સૈનિક ખાણને સાફ કરી રહ્યા હતા. સૈનિક ઘાયલ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું. સૈનિક રશિયાના ઈન્ટરનેશનલ માઈન એકશન સેન્ટરમાં ડયુટી પર હતો.
પાછલા મહિને ઉપરી કારાબાખ સુકોવુસાન ક્ષેત્રમાં એક ખાણ વિસ્ફોટમાં એક અઝરબેજાન સૈનિકનું મોત થયું હતું અને એક સૈનિક ઘાયલ થયો હતો.