(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
આણંદ જિલ્લાનાં નાવલી ગામે આણંદ કૃષિ યુનિવર્સીટીનાં પશુ સંશોધન કેન્દ્ર સ્થિત ધાસચારા ફાર્મમાં ધાસ કટીંગ કરવાનાં મશીનમાં અકસ્માતે મહિલા ખેંચાઈ જતા મશીનાં તોતીંગ ચક્રો વચ્ચે કચડાઈ જતા મહિલાનું મોત નિપજયું હતું.
મળતી વિગતો અનુસાર નાવલી ગામની સીમમાં આણંદ કૃષિ યુનીવર્સીટી સંચાલિત પશુ સંશોધન કેન્દ્ર દ્વારા ધાસચારા ફાર્મ ચલાવવામાં આવે છે,જેમાં કામ કરવા માટે સ્થાનિક મહિલાઓને કામ પર રાખવામાં આવેલી છે,જેમાં સ્થાનિક સવિતાબેન પુંજાભાઈ ઠાકોર પણ મજુરી કામ કરે છે,જેઓ આજે સવારનાં ૯ વાગ્યાનાં સુમારે આધુનિક મસીન દ્વારા ધાસ કાપી રહ્યા હતા ત્યારે મશીનમાં તેઓની સાડી ભરાઈ જતા તોતીંગ ચક્રોમાં સવિતાબેનનાં શરીરનો ભાગ આવી જતા મોઢા સહીત કમર સુધીનો ભાગ મશીનમાં ખેંચાઈ જતા સવિતાબેનને ગંભીર ઈજાઓ થતા ધટના સ્થળેજ મોત નિપજયું હતું.આા ધટનાને લઈને મોતને ભેટનાર સવિતાબેનનાં પરિવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો,આ અંગે મૃતક સવિતાબેનનાં ભત્રીજા અમિતભાઈએ કહ્યું હતું કે ટ્રેકટર સાથે જોડાયેલા મશીનથી ધાાસ કાપવાની મજુરી સવિતાબેન પાસે કરાવવામાં આવતી હતી,સવિતાબેનની ઉમર ૫૦ વર્ષની હોઈ તેઓએ મશીન પર કામ કરવાની અનિચ્છા દર્સાવી તેઓને નિંદણ કામની મજુરી આપવા જણાવ્યું હતું,પરંતુ અધિકારીઓ દ્વારા તેઓની વાત ધ્યાન પર લેવામાં આવી ન હતી,
આ ધટનાને લઈને આણંદ ટાઉન પોલીસ મથકનાં પી.આઈ આર આર ભાંભળા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મહિલાનાં મૃતદેહનો પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.