(એજન્સી) તા.૮
ઉત્તરીય મહારાષ્ટ્રના નાસિકથી લગભગ ૧૦૦૦૦ ખેડૂતો ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહારાષ્ટ્ર એકમની હાકલ પર સંપૂર્ણ દેવા માફી અને અન્ય સમસ્યાઓ ઉકેલવાની માગણીના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધીની ૨૦૦ કિ.મી.લાંબી કૂચ પર નીકળ્યા છે. મીડિયા દ્વારા ઉપેક્ષા કરાયેલ આ નાસિકથી મુંબઇ જવા પ્રસ્થાન કરેલ ખેડૂતોની લાંબી કૂચ અનેક સંકટનો નિર્દેશ આપે છે.
આ કૂચનો આરંભ ૬ માર્ચના રોજ નાસિક ખાતે ૪.૩૦ કલાકે થયો હતો. આ લાંબી કૂચમાં રાજ્યભરના ખેડૂતો જોડાયા છે. આ કૂચ વાલદેવી નદી નજીક રોકાઇ હતી અને ત્યારબાદ ૭ માર્ચના રોજ તે નાસિક જિલ્લામાં ઇગતપુરી તરફ આગળ વધી હતી. ૨૦૦ કિ.મી.નું અંતર કાપીને આ કૂચ ૧૨ માર્ચના રોજ મુંબઇ પહાંેચશે અને મુંબઇમાં ખેડૂતો રાજ્ય વિધાનસભાને ઘેરાવ કરશે.
ખેડૂત નેતાઓના વડપણ હેઠળ આ કૂચ ખેડૂતોને આપવામાં આવેલ તમામ ખાતરીઓનો અમલ નહીં કરવા બદલ ભાજપ સરકારને વખોડી કાઢશે. ખેડૂતોની ફરિયાદ છે કે સ્વામીનાથન કમિશનની ભલામણેા તેમજ ફોરેસ્ટ રાઇટ્‌સ એક્ટનો અમલ કરવામાં આવ્યો નથી. આ કૂચની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમાં હજારો મહિલા ખેડૂતો પણ જોડાઇ છે. સમગ્ર વિસ્તાર સેંકડો લાલ વાવટા, લાલ બેનર્સ અને લાલ પતાકાથી છવાઇ ગયેલ છે.
આ લાંબી કૂચયાત્રાનું નેતૃત્વ ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ)ના નેતાએ ડો. અશોક ધાવાલે, વિજુ ક્રિષ્નન, જેપી ગાવિત, ધારાસભ્ય, કિશન ગુજ્જર, ડો.અજીત નાવાલે અને રાજ્યના અન્ય હોદ્દેદારોે સંભાળી રહ્યા છે. આ કૂચને ઉક્ત નેતાઓએ પીડબલ્યુપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય મિનાક્ષી પાટીલ, સીટુના રાજ્ય પ્રમુખ ડો. ડીએલ કરાડ, આઇટુકના નેતા રાજુ દેશલે અને અન્યો સાથે પ્રસ્થાન કરાવ્યું હતુંં. કૂચને પ્રસ્થાન કરાવતા પહેલા એક જાહેરસભા યોજાઇ હતી જેમાં ઉક્ત નેતાઓ સાથે એઆઇપીએસના નેતાઓએ સંબોધન કર્યુ હતું. તમામ વક્તાઓએ ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારને તેમની ખેડૂત વિરોધી, પ્રજાવિરોધી અને કોર્પોરેટ તરફી નીતિઓ તેમજ તેમના કોમવાદી અને જ્ઞાતિવાદી કાવતરા બદલ વખોડી કાઢી હતી. વક્તાઓએ તાજેતરમાં ત્રિપુરામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ બાદ સીપીઆ્રૂએમ) અને ડાબેરી કર્મશીલો દ્વારા થયેલા હુમલાને પણ વખોડી કાઢવામાં આવ્યા હતા.