(એજન્સી) તા.ર૧
મહિનાઓ સુધી જેલમાં રહેલા કફીલખાને પોતાની પીડા વ્યકત કરી છે. તેમણે જણાવ્યું કે તે જેલમાં રહ્યા, મારવામાં આવ્યા, ભૂખા રાખ્યા અને નોકરી જતી રહી. પરંતુ તેમને યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી યુપી સરકારે જે સૌથી વધુ પીડા આપી છે તે તેમને પોતાના બાળકોને મોટા થતા જોવાથી વંચિત કરી દીધા. ખાને દિલ્હીમાં ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં સ્થિત કોફી શોપમાં આ વાત કહી. અહીં તેમના સૌથી નાના ભાઈએ લગ્ન કર્યા તે જ દિવસ સુપ્રીમકોર્ટે યુપી સરકારની તે અરજી નકારી કાઢી જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો હતો હાઈકોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ડોકટર ખાનગી વિરૂદ્ધ આરોપોને નકારી દીધા હતા. કોર્ટના નિર્ણય પર કફીલ જણાવે છે તે દિવસ મેં પોતાના ભાઈના લગ્ન માટે ખરીદેલી શેરવાની પહેરી હતી. કોર્ટનો નિર્ણય આવવા પર હું ખુબ જ અભિભૂત હતો. જણાવી દઈએ કે ર૦૧૭ના સપ્ટેમ્બરમાં કથિત રીતે ઓકસીજનની ખામીના કારણે ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ૬૩ બાળકોના મોત થયા. ખાન ત્યારે તે વોર્ડના ઈન્ચાર્જ હતા અને મામલો સામે આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ ર૦૧૮માં એક જિલ્લા હોસ્પિટલમાં હોબાળો કરવાના આરોપમાં બહરાઈચ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ વર્ષે જાન્યુઆરીમાં તેમની અલીગઢમાં સીએએ વિરોધી ભાષણ આપવા પર ધરપકડ કરવામાં આવી અને થોડાક દિવસની અંદર જ તેમની પર એનએસએ લગાવી દેવામાં આવ્યો. તેમને આ વર્ષે સપ્ટેમ્બરમાં કોર્ટે મુકત કરવાના આદેશ આપ્યા ત્યાર બાદ તે પોતાના પરિવાર સાથે જયપુર શિફટ થઈ ગયા. આ બધા છતાં મારી મા ઘણી મજબૂત છે. પરંતુ મને લાગે છે કે તેમને માનસિક પીડા મળી જયારે હું જેલની બહાર આવ્યો. તેમણે મને કહ્યું હવે બસ કરો માટે હું જયપુર જતો રહ્યો છું. ઉત્તરપ્રદેશથી ભાગી રહ્યો નથી. હું ભયભીત નથી. હું યુપી પરત ફરીશ ગોરખપુરમાં મારૂં જન્મ સ્થળ છે અને હું તેને છોડવા જઈ રહ્યો નથી. જણાવી દઈએ કે બે બાળકોના પિતા ડોકટર ખાનની પત્ની પણ એક ડોકટર છે. તેમના બે ભાઈ છ.ે તેમાં એક ડોકટર છે. તેમની બહેન મસ્કતમાં છે જે પીએચડી હોલ્ડર છે. ખાનના પિતા પણ એક એન્જિનીયર હતા જેમનું વર્ષ ર૦૦૩માં મોત થયું હતું.
Recent Comments