ભાવનગર,તા.ર૯
ભાવનગર જિલ્લાના અલંગ તાબેના ધારવડી ગામે રહેતા વૃદ્ધ દંપતી મકાનના ફળિયામાં ઓસરીમાં સુતા હતા. તે વેળાએ ગત રાત્રીના દોઢથી બે વાગ્યાના સુમારે જીવુબેન ઓધડભાઈ ભોજાણી (ઉ.વ.૭પ) ખરક નામની વૃદ્ધાનું એકસાઈડના કાનમાં પહેરેલ સોનાના આસરે એકાદ તોલાના ઘરેણાની કાન કાપીને લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. આ વેળાએ બાજુમાં સુતેલા વૃદ્ધ પતિ ઓઘડભાઈ માલાભાઈ ભોજાણી (ઉ.વ.૮૦) જાગી જતા બીજા શખ્સે લાકડાના બડિયા વડે વૃદ્ધને ઈજા પહોંચાડી બન્ને લૂંટારૂઓ નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં રૂા.૩૦ હજારના ધરેણાની લૂંટ ચલાવી લૂંટારૂઓ નાસી ગયા હોવાની અલંગ પો.મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.