(એજન્સી) તા.૧
રવિવારે હરિયાણા પોલીસે વલ્લભગઢમાં કાયદો વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરનારા અનેક અસામાજિક તત્વો પર લાઠીચાર્જ કર્યો હતો અને અનેકની ધરપકડ પણ કરી લીધી હતી. આ ઘટના નેશનલ હાઈવે નંબર ૨ પર બની હતી જ્યારે ૨૧ વર્ષીય યુવતીની હત્યા મામલે મહાપંચાયત યોજાઈ હતી. નિકિતા તોમરની હત્યા મામલે આશરે ૩૬ સમાજના લોકોએ મહાપંચાયત બોલાવી હતી. સ્થાનિકોએ આ દરમિયાન હાઈવે બ્લોક કરીને બેઠકનું આયોજન કર્યુ હતું. હરિયાણા પોલીસના ડીસીપીઅ સુમેર સિંહે જણાવ્યું કે વલ્લભગઢમાં આ મહાપંચાયતનું આયોજન કરવા માટે પોલીસની કોઇ પરવાનગી લેવામાં આવી નહોતી.