(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
યુનો ખાતેના અમેરિકી રાજદૂત નિક્કી હેલી ભારતી મુલાકાતે આવ્યા છે. દિલ્હી શીખ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિએ તેમની મુલાકાત કરી અમેરિકામાં ઓરેગોન રાજ્યમાં અટકાયતી કેન્દ્ર ખાતે રખાયેલા પર જેટલા ભારતીયોનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેમાં મોટાભાગના શીખ છે. જેમને અમેરિકામાં આશ્રય આપવાની માગણી કરી છે. ભાજપના ધારાસભ્યમાં પ્રબંધક સમિતિના મંત્રી મજીન્દરસીંગ સીરસાએ નિક્કી હેલી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. હેલી દિલ્હી ગુરૂદ્વારાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત કેનેથ જસ્ટર પણ હતા. નિક્કી ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તે સમયે ગુરૂદ્વારા ખાતેની મુલાકાત સમયે પર ભારતીય અટકાયતીઓનો મુદ્દો ચર્ચાયો હતો. જેનો તાકીદે ઉકેલ લાવવા વિનંતી કરાઈ હતી. હેલી સ્થળાંતર કરી અમેરિકા ગયેલા મૂળ ભારતીય શીખના પુત્રી છે. તેમણે ગુરૂદ્વારામાં લંગર માટે રોટી પકવી હતી. તેમજ લંગર સેવા કરી હતી. નિક્કીએ બાળપણની યાદો તાજી કરી હતી. પર જેટલા ભારતીયો હાલમાં અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં ગેરકાયદેસર ઘૂષણખોરી હેઠળ અટકાયતી કેન્દ્રમાં રખાયા છે. જેઓ રાજ્યાશ્રય ઈચ્છે છે. તેમણે ધાર્મિક અસહિષ્ણુતાના કારણે દેશ છોડ્યો હોવાનું જણાવ્યું હતું.