(એજન્સી)
હૈદરાબાદ, તા.૧૦
હાઇકોર્ટ ઓફ ઇંગ્લેન્ડ અને વેલ્સે સાત દાયકા જૂના હૈદરાબાદ ફંડ કેસમાં પાકિસ્તાનના ૩૫ મિલિયન પાઉન્ડના દાવાને રદ્દ કર્યો હતો અને ભારત સરકાર અને નિઝામ ફૈૈંં, નવાબ ઓસમાન અલી ખાન બહાદુરના પૌત્રો મુફક્કામ અને મુક્કરમ જહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, આ ચુકાદાના એક વર્ષ પછી એવું જણાય છે કે આ કાયદાકીય યુદ્ધ પૂર્ણ થાય એવા અણસાર દેખાતા નથી.
નિઝામના એક પૌત્ર નજફ અલી ખાને નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના પિતરાઈઓ અને બે પ્રિન્સોને કોર્ટમાં ઢસડી જશે. એમણે એમની ઉપર છેતરપિંડી અને નાણાની ઉચાપત સમેત અન્ય ગંભીર આક્ષેપો મૂક્યા છે. મીર ઓસમાન અલી ખાનને ૧૬ પુત્રો અને ૧૮ પુત્રીઓ હતી. એમણે દાવો કર્યો છે કે બે પ્રિન્સોએ ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી ૧૯૬૭માં જારી કરાયેલ પ્રમાણપત્ર કોર્ટ કાર્યવાહી દરમિયાન રજૂ કર્યું હતું, જેમાં પ્રિન્સ મુક્કાર્રમ જહને હૈદરાબાદના નિઝામ ફૈૈંૈંં તરીકે મંજૂર કર્યા હતા. એમણે કહ્યું કે આ પ્રમાણપત્ર આંધ્રપ્રદેશ હાઇકોર્ટે ૧૯૬૮માં અને દિલ્હી હાઇકોર્ટે ૧૯૬૯માં રદ્દ કર્યા હતા અને સરકારે પણ બંધારણમાં સુધારો કર્યો હતો જે મુજબ પહેલાના શાસકો અથવા એમના વારસદારોનું અસ્તિત્વ સમાપ્ત થઇ ગયું હતું.
એમના જણાવ્યા મુજબ આવા અમાન્ય પ્રમાણપત્રોનો ઉપયોગ કરી પોતાને નિઝામ ફૈૈંૈંં જાહેર કરવો એ બંધારણનો ભંગ છે અને એ સાથે કુટુંબના અન્ય સભ્યોને એમના અધિકારોથી વંચિત રાખનાર છે, જેઓ ૧૦૦થી પણ વધુ છે. જેમનો નિઝામની ૩૫ મિલિયન પાઉન્ડની મિલકતમાં હિસ્સો છે, જે પૈસા ઇંગ્લેન્ડની બેંકમાં પડ્યા છે. નજફ અલી ખાને કહ્યું કે મને જુલાઈ ૨૦૨૦ સુધી ખબર ન હતી કે, અમાન્ય પ્રમાણપત્રોનો ઉપયોગ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. ખાને કહ્યું કે જેમ કે મુક્કારમ જહ હૈદરાબાદનો શાસક ન હતો અને એ ફક્ત સામાન્ય નાગરિક હતો એ માટે હૈદરાબાદ ફંડ કેસમાં મિલકતમાં વારસાની દૃષ્ટિએ શરિયતનો કાયદો લાગુ પડશે.
એમણે કહ્યું કે બે પ્રિન્સોએ અમાન્ય પ્રમાણપત્રો રજૂ કરી ગુનો આચર્યો છે, એ માટે અમે કોર્ટમાં કેસ દાખલ કરીશું.