(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં હવે વધુ એક નવો વળાંક આવ્યો છે. નિત્યાનંદ આશ્રમ થી ગુમ થયેલ યુવતીએ કર્યો વિડીયો વાયરલ. જનાર્દન શર્મા ની મોટી પુત્રી લોપામુદ્રાએ સોશિયલ મીડિયામાં એક વડીયો પોસ્ટ કરી ઘટસ્ફોટ કર્યો છે. વીડિયોમાં લોપામુદ્રા એ કહ્યું છે કે “ મારા જીવ ને જોખમ.છે. વર્તમાન પરિસ્થતિ મુજબ હું બીજા વિડીઓ સુધી રહીશ કે નહિ તેની પણ ખબર નહિ. લોકો મને રડતી જોઈને પૂછી રહ્યા છે કે કેમ રડે છે, એટલે હું કહી રહી છું મારા જીવ ને જોખમ છે. વિડિયો બાદ યુવતીના પિતાએ વિડીઓ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. જનાર્દન શર્મા એ પોલીસ તપાસથી અસંતોષ વ્યક્ત કર્યો છે. જનાર્દન શર્માએ સવાલ ઉઠાવ્યો છે કે પોલીસ યોગ્ય તપાસ ક્યારે કરશે? જો મારી દીકરીઓને કઈ થઇ ગયું તો કોણ જવાબદારી લેશે? અત્રે ઉલ્લેખનીય છેકે નિત્યાનંદ આશ્રમ ની લાપતા યુવતીઓની હેબિયસ કોર્પસ અરજીની પર સુનાવણી થઇ તેમાં યુવતીઓ તરફથી તેમના વકીલોએ એડિશનલ એફિડેવીટ રજુ કરતા, હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે એફિડેવિટમાં સહી કરનાર વ્યક્તિ અને નોટરી સાચા વ્યક્તિ છે તેવું કઈ રીતે માની શકાય? આ અંગે નો પુરાવો શું? જેની સામે યુવતીઓના વકીલે રજૂઆત કરી હતી કે યુવતીઓ જ્યાં છે ત્યાંથી નજીકની એમ્બેસીમાં ખરાઈ કરાવવા કે એફિડેવિટ કરવાની મંજૂરી આપો. જેનો યુવતીઓના પિતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે યુવતીના પિતા જનાર્દન શર્માના વકીલ દ્વારા હાઇકોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે ફક્ત એફિડેવિટ રજૂ કરવાથી યુવતીઓ સહી સલામત છે અને કોઈ જાતના બંધનમાં નથી., તેવુ પુરવાર કરવા માટે યુવતીઓને હાજર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવે અને ફક્ત એફિડેવિટ પર આધાર ન રાખવામાં આવે. ત્યાર બાદ હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે યુવતીઓ જે દેશમાં છે ત્યાંની ભારતીય એમ્બેસીમા એફિડેવિટ કરનાર વ્યક્તિ અને તેના નોટરીની ખરાઇ કરી એફિડેવિટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે તો બીજી બાજુ ગુજરાત પોલીસે સીલબંધ કવરમાં પોતાનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. આપને જણાવી દઈએ કે અગાઉની એફિડેવિટ વર્જિનિયાથી કરવામાં આવી હતી અને આ એફિડેવિટ બાર્બાડોસથી કરવામાં આવે છે.
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ગુમ થયેલી બન્ને યુવતીને કોર્ટ સમક્ષ રજુ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. યુવતીના પિતાએ કરેલી હેબિયસ કોપર્સ અરજીના સંદર્ભમાં હાઇકોર્ટે આદેશ કર્યો હતો. બન્ને યુવતીઓ વતી વકીલ હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતા અને બન્ને યુવતીઓની એફિડેવિટ રજૂ કરી હતી. હાઇકોર્ટે એફિડેવિટ યોગ્ય ફોર્મેટમાં ન હોવાનું કહી ફગાવી હતી અને કહ્યું હતું કે જો એફિડેવિટ ફાઇલ કરવી હોય તો યોગ્ય ફોર્મેટમાં હોવી જોઈએ. કોર્ટે એપણ નોંધ્યું હતું કે રજૂ કરવામાં આવેલ એફિડેવિટ સાઉથ વર્જિનિયામાં કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસે પોતાનો એક્શન ટેકન રીપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેઓએ બન્ને યુવતીઓ જોડે વીડિયો કૉલિંગના માધ્યમથી વાત કરી ને તેઓજો કોર્ટમાં હાજર થવા માંગતા હોય તો સુરક્ષા ની પુરી ખાતરી આપી હતી પણ બન્ને યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે મુકેલ ૫ શરતો માનવામાં આવે તો જ તેઓ કોર્ટમાં હાજર થશે. આ ૫ શરતોમાં નિત્યાનંદ આશ્રમની ધરપકડ કરાયેલ બન્ને સંધિકાઓને છોડી મુકવાની પણ એક શર્ત નો સમાવેશ થાય છે. બીજી બાજુ યુવતીઓનાં વકીલોને કોર્ટે યુવતીઓને કોર્ટમાં હાજર કરવા કહ્યુ હતુ અને યુવતીઓ ભારત બહાર ગઈ તેના ટ્રાવેલ ર્ડાયુમેન્ટસ રજૂ કરવા આદેશ કર્યો હતો જેનાં માટે યુવતીઓનાં વકીલોએ સમય માંગ્યો હતો.
નિત્યાનંદ આશ્રમ કેસ : લોપામુદ્રાએ કર્યો વીડિયો પોસ્ટ, મારા જીવને જોખમ છે

Recent Comments