(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
ઉદ્યોગપતિ રાજીવ બજાજે ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારતે ‘નિર્દયી’ લોકડાઉન લાગુ કર્યું જે ખોખલું સાબિત થયું અને કોરોના વાયરસના ચેપને રોકવાના વળાંકને બદલે અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું અને જીડીપીના વળાંકને સપાટ કરી દીધું. તેમણે કહ્યું કે, આ અર્થવ્યવસ્થાને ખોલવાનું કઠિન કામ છે અને લોકોના મનમાંથી ભયને દૂર કરવાનું આહવાન વડાપ્રધાન સિવાય બીજા કોઇથી નહીં એ‘એકદમ સ્પષ્ટ અને શ્રેણીબદ્ધ વર્ણન’ના માધ્યથી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આપણે કઠિન લોકડાઉન લાગુ કરવાનો પ્રયાસ કર્યો જે હજુ પણ ખોખલું છે. તેથી મારા મતે બંને રીતે સૌથી ખરાબ અંત લાવ્યા છીએ. આપણે કોરોના વાયરસને પણ ડામી ના શક્યા અને અર્થતંત્રને પણ બચાવી ના શક્યા.
જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ઓટોના એમડી રાજીવ બજાજે કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારતે લીધેલા પગલાની આકરી ટીકા કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે ગુરૂવારે કોરોના સંકટને લઈને થયેલી વાતચીતમાં બજાજે ભારતમાં લાગુ કરાયેલા લોકડાઉનને ’નિર્દયી’ ગણાવતા કહ્યું કે, લોકડાઉન ફેલ છે કેમકે આ દુનિયાનો પ્રથમ લોકડાઉન છે જેમાં કેસ વધી રહ્યા છે. રાજીવ બજાજે જણાવ્યું કે, કોરોનાનો સામનો કરવા માટે ભારતે પૂર્વની જગ્યા પશ્ચિમની દેશોની નકલ કરી જ્યારે તેમની ભૌગોલિક સ્થિતિ, જન્મજાત રોગપ્રતિકારક શક્તિ, હવામાન વગેરે અલગ છે. અમે કડક લોકડાઉનને લાગુ કરવાના પ્રયાસ કર્યા પરંતુ તેને યોગ્ય રીત લાગુ કરી શકયા નથી. જો કે તેનાથી અર્થવ્યવસ્થા ખતમ થઈ ગઈ. કોરોનાની કર્વની જગ્યા જીડીપીના કર્વને ફ્લેટ કરી દીધું. રાજીવ બજાજે જણાવ્યું કે, આપણે જાપાન કે પછી સ્વીડન જેવા પગલા લેવાની જરૂર હતી. તેમણે હર્ડ ઈમ્યુનિટી તરફ ધ્યાન આપ્યું. તેનો અર્થ એ નહતો કે જોખમ ધરાવતા લોકોને મરવા માટે છોડી દીધા. તેનો અર્થ છે કે સેનિટાઈઝેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન.
ભારતમાં લાગુ કરાયેલા લોકડાઉનને ’ડ્રેકોનિયન’ ગણાવતા રાજીવ બજાજે જણાવ્યું કે, દુનિયામાં આપણા જેવું લોકડાઉન કયાંય નહતું. મેં આવા લોકડાઉન વિશે ક્યારે સાંભળ્યું નથી. બાકીના દેશોમાં લોકોને બહાર નિકળવાની અને જરૂરી વસ્તુઓને ખરીદવાની છૂટ હતી. આપણે ત્યાં તો લોકો બહાર નિકળતા હતો તો પોલીસ તેમની સાથે મારઝૂડ કરતી હતી અને તેમને અપમાનિત કરવામાં આવતા હતા. એટલું જ નહીં વુદ્ધોની સાથે પણ મારઝૂડ કરવામાં આવી. મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડના પેકેજ પર સવાલ ઉભા કરતા રાજીવ બજાજે જણાવ્યું કે, દુનિયાભરની સરકારોએ કોરોનાનો સામનો કરવા માટે જેટલા પેકેજની જાહેરાત કરી છે તેનો લાભ બે તૃત્યાંશ સીધા સંગઠન અને લોકો સુધી પહોંચ્યો છે. ભારતમાં માત્ર ૧૦ ટકા લોકો સુધી પહોંચ્યો છે. આખરે લોકોને સીધા નાણાં કેમ આપવામાં ના આવ્યા? રાહુલ ગાંધી દ્વારા દેશમાં ભયના માહોલ વિશે પૂછાતા બજાજે કહ્યું કે, સહિષ્ણુ અને સંવેદનશીલ રીતે કહું તો ભારતે કેટલીક બાબતોમાં સુધારા કરવાની જરૂર છે.

તમે ખોટા કર્વને સપાટ કર્યો, લોકડાઉને ભારતીય
અર્થતંત્રને બરબાદ કર્યું : રાજીવ બજાજ

ઉદ્યોગપતિ રાજીવ બજાજે ગુરૂવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળાને ડામવા માટે લાગુ કરાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉને અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું. ભારતે ‘નિર્દયી’ લોકડાઉન લાગુ કર્યું જે ખોખલું સાબિત થયું અને કોરોના વાયરસના ચેપને રોકવાના વળાંકને બદલે અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું અને જીડીપીના વળાંકને સપાટ કરી દીધો. તેમણે કહ્યું ‘‘તમે ખોટા કર્વને સપાટ કરી નાખ્યો. આ ચેપનો કર્વ નથી, તે જીડીપીનો કર્વ હતો. આનાથી આપણે બંને દુનિયાનો સૌથી ખરાબ અંત લાવ્યા છીએ. તેમણે કહ્યું કે, આ અર્થવ્યવસ્થાને ખોલવાનું કઠિન કામ છે અને લોકોના મનમાંથી ભયને દૂર કરવાનું આહવાન વડાપ્રધાન સિવાય બીજા કોઇથી નહીં એ‘એકદમ સ્પષ્ટ અને શ્રેણીબદ્ધ વર્ણન’ના માધ્યથી કરવામાં આવે છે. આપણે કઠિં લોકડાઉન લાગુ કરવાનો પ્રયાસ કર્યો જે હજુ પણ ખોખલું છે. તેથી મારા મતે આપણે બંને બાબતોમાં ખરાબ અંત લાવ્યા છીએ. બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા જે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા કોરોના વાયરસ પ્રતિકાર અને લોકડાઉનની સીરિઝનો ભાગ છે અને ત્યારબાદ તેને પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવે છે.