ભાવનગર, તા. ૨
ભાવનગર જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાયેલ જેમાં જિલ્લાના અસરગ્રસ્ત આ ગામોમાંથી coVID-19ની ગાઈડલાઈન ધ્યાને લઈ લોકોનું સ્થળાંતર કરવા સુચના કરવામાં આવેલ તેમજ જિલ્લામાં કરેલ પુર્વ તૈયારીની સમિક્ષા કરવામાં આવેલ તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફીસઓની વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સની સુચનાનુંસાર તમામ તાલુકાઓમાં થયેલ પુર્વ તૈયારીની સમિક્ષા કરડ. વાવાઝોડાના કારણે જિલ્લાના દરીયા કિનારાના મહુવા તાલુકાના -૧૩ તળાજા તાલુકાના -૧૦ , ભાવનગર ગ્રામ્યના -૮ અને ઘોઘા તાલુકાના -૩ ત્રણ ગામો મળી કુલ -૩૪ ગામોને લોકો અસરકર્તા છે.આ તમામ ગામોની અધિકારીએ સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાપન પુર્ણ કરેલ છે. તાલુકાઓમાં અગાઉ નક્કી કરેલ ૪૪ શેલ્ટર હોમ્સમાં વધુ ૪૨ શેલ્ટર હોમ્સ તૈયાર કરાવી કુલ : -૮૬ ક્યાસી શેલ્ટર હોમ્સ તૈયાર રાખેલ છે જેમાં કુલ : -૨૯,૩૦૦ લોકોનો સમાવેશ થઈ શકે તેમ છે. અસરકર્તા ૩૪ ગામોના નીચાણવાળા ભાગોના , દરીયા કિનારા વસ્તા લોકો, કાચા પાકા મકાનમાં વસતા લોકોને શેલ્ટર હોમ્સમાં સ્થળાંતર કરવાનું આયોજન કરેલ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને અસર કર્તા ગામોની સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, તેમજ નાના બાળકો અને વૃધ્ધોને મેડીકલ ટીમો સ્થળાંતર કરવા જણાવેલ છે. જે અન્વયે આજ રોજ જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગર તેમની ટીમો દ્વારા આ અસરકર્તા ૩૪ ગામોની ૧૯૧ સગર્ભા બહેનોને સામુહીક આરોગ્ય કેન્દ્રોમાં સ્થળાંતરીત કરેલ છે. જિલ્લાના મીઠાના અગરમાં કામ કરતા અગરીયાઓનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા તેમજ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી શ્રમ અધિકારીને લાયઝન અધિકારી તરીકે નિમણૂંક કરી સ્થળ મુલાકાત કરાવેલ છે . તેમજ જિલ્લાને એક SDRF ની ટીમની પણ ફાળવણી કરવામાં આવેલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ભાવનગર ખાતે ૨૪, ૭ જિલ્લાના કન્ટ્રોલ રૂમ કાર્યરત છે જેના ટોલ ફ્રી નંબર -૧૦૭૭ તેમજ ટેલીફોન નંબર – ૦૨૭૮-૨૫૨૧૫૫૪ / ૫૫ કાર્યરત છે.