ભરૂચ, તા.૫
ભરૂચ જિલ્લાના મૂળ વોરાસમની ગામે રહેતા અને છેલ્લા વીસ પચ્ચીસ વર્ષથી સાઉથ આફ્રિકાના ખાતે સ્થાયી થયેલા યુવાન ઉપર હિંચકારો હુમલો કરી જાહેર માર્ગ ઉપર ફાયરિંગ કરી નીગ્રો લૂંટારૂઓએ આતંક મચાવતા લોકોમાં હડકંપ વ્યાપવા પામ્યો છે.
સાઉથ આફ્રિકા ના વિવિધ શહેરોમાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ છાશવારે લૂંટ અને હત્યા જેવા બનાવો બનતા રહે છે. હાલ વાગરા તાલુકાના વોરાસમની ગામે રહેતા અને છેલ્લા ૨૦ ૨૫ વર્ષથી સાઉથ આફ્રિકાના વેંડા ખાતે સ્થાયી થયેલા અક્રમ ઈસ્માઈલ ખોટા નાઓ ગતરોજ દુકાન માટે સામાનની ખરીદી કરવા ગયા હોય ત્યારે નીગ્રો લૂંટારૂઓની એક ગેંગ દ્વારા તેઓની કારમાં પીછો કરી જાહેર માર્ગ ઉપર પાર્કિંગ પ્લોટમાં તેને આંતરી લઇ ફાયરિંગ કરી સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અક્રમ ફોટા ત્યાં ગ્રોસરી ની દુકાન ચલાવે છે જેઓ માલ ખરીદવા નીકળ્યા હોય તેમની પાસે મોટી રકમ હોય નીગ્રો લૂંટારુઓ દ્વારા પ્લાનિંગ સાથે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો જોકે સદ્‌ નસીબે ફાયરિંગમાં અક્રમ ભાઈને નજીવી ઇજાઓ થતા તેઓનો જીવ બચી જવા પામ્યો હતો તેઓને માત્ર હાથના ભાગે નજીવી ઇજાઓ થવા પામી હતી. જોકે આ બનાવને પગલે સાઉથ આફ્રિકામાં વસવાટ કરતા ભારતીયો તેમજ ભરૂચ જિલ્લામાં તેઓના સંબંધીઓમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું હતું.