(એજન્સી) નવી દિલ્હી , તા.૧૯
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)એ દ્ગઈઈ્‌-૨૦૨૦ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. દ્ગઈઈ્‌ પરિણામ ૨૦૨૦ની ઘોષણા બાદ, સ્મ્મ્જી અને મ્ડ્ઢજી કાર્યક્રમોમાં પ્રવેશ માટે મેડિકલ પરામર્શ સમિતિ (સ્ઝ્રઝ્ર) વતી આરોગ્ય વિજ્ઞાન નિયામક (ડ્ઢય્ૐજી) દ્ગઈઈ્‌ કાઉન્સિલિંગ-૨૦૨૦ નું સમયપત્રક જાહેર કરશે. નીટ કાઉન્સેલિંગની તારીખો ઓક્ટોબરના અંતમાં જાહેર થવાની સંભાવના છે. નીટ કાઉન્સેલિંગ-૨૦૨૦ ઓનલાઇન મોડમાં રજિસ્ટ્રેશન કરાશે. અખીલ ભારતીય નીટ ૨૦૨૦ કાઉન્સેલિંગ દરમ્યાન નીટનાં યોગ્ય ઉમેદવારો માટે લગભગ ૩૧૭ સ્મ્મ્જી અને ૨૨ ડેન્ટલ ઈજીૈંઝ્ર બેઠક છૈંઊ ક્વોટા હેઠળ ઉપ્લબ્ધ થશે. નીટ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ૨૩૫ મેડિકલ કોલેજો ભાગ લેશે.
નીટ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ત્રણ રાઉન્ડમાં યોજાશે. જેમાં મોપ-અપ રાઉન્ડ પણ સામેલ થશે. નીટ કાઉન્સેલિંગનો મોપ-અપ રાઉન્ડ માત્ર ડિમ્ડ /સેન્ટ્રલ યુનિવસીર્ટી અને ઈજીૈંઝ્ર કોલેજો માટે આયોજિત કરવામાં આવશે.
નીટ ૨૦૨૦ કાઉન્સલિંગ પ્રક્રિયા :
૧. રજિસ્ટ્રેશન :
કાઉન્સેલિંગ માટે, પ્રથમ સ્ષ્ઠષ્ઠ.હૈષ્ઠ.ૈહ પર રજીસ્ટર કરો. ઉમેદવારોએ પોતાનો રોલ નંબર, નોંધણી નંબર, નામ, માતાનું નામ અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
૨. કાઉન્સેલિંગ ફી :
નીટ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં લાયક બનવા માટે ઉમેદવારોએ નિયત સમયની અંદર કાઉન્સેલિંગ ફી ચૂકવવાની રહેશે. ફી ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચુકવી શકાય છે.
૩. એક્સેસાઈઝિંગ અને લોકિંગ વિકલ્પો :
તમારી પસંદગીનો કોર્સ પસંદ કરો અને કોલેજ/સંસ્થાની પસંદગીઓ જણાવો.
૪. સીટ ફાળવણી સૂચિ :
દરેક રાઉન્ડ પછી, નીટ સીટ ફાળવણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
નીટની પરીક્ષા માટે કુલ ૧૫.૯૭ લાખ ઉમેદવારોએ નોંધણી કરી હતી. તેમાંથી ૮૫ ટકાથી ૯૦ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે રોગચાળા હોવા છતાં ૧૩ સપ્ટેમ્બરે ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી હતી.
કન્ટેન્ટ ઝોનમાં હોવાને કારણે પરીક્ષા આપી ન શકતા વિદ્યાર્થીઓ માટે ૧૪ ઓક્ટોબરના રોજ ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે.