(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (નીટ) માટે આધાર નંબર જરૂરી હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધણી કરાવી શકતા નથી. જોકે હવે કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે નીટ માટે આધાર જરૂરી નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમાં રજૂઆત કરી છે કે આધાર કાર્ડ જારી કરનાર યુનિકે સીબીએસઈને એવું નથી કહ્યું કે તેઓ મેડિકલ વિદ્યાર્થીઓના આધાર નંબરની માંગણી કરે. કેન્દ્રે આ જાણકારી સુપ્રીમ કોર્ટમાં એ કેસની સુનાવણી દરમિયાન આપી છે કે જે ગુજરાતના રહીશ એક વ્યક્તિએ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં સીબીએસીએ નીટની પરીક્ષામાં સામેલ થવા માટે આધાર નંબર અનિવાર્ય કરી દીધો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો કે તે બેન્ક એકાઉન્ટ અને મોબાઈલ નંબરને લિંક કરાવવાની સમયમર્યાદામાં વધારો કરે. જેથી કરીને પાછળના સમયે કોઈ મુશ્કેલી ન આવે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્દેશ આપ્યો છે કે નીટ ૨૦૧૮ અને અન્ય અખિલ ભારતીય પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓની નોંધણી માટે આધાર કાર્ડને અનિવાર્ય ન બનાવવામાં આવે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની આગેવાની વાળી પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે સીબીએસઈને નિર્દેશ આપ્યો કે તે તેની વેબસાઈટ પર આ સૂચનાને અપલોડ કરે. આ પહેલા યુનિક ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે નીટ ૨૦૧૮ ની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડની નોંધણી અનિવાર્ય કરવા માટે સીબીએસઈને અધિકૃત કર્યું નથી. એટર્ની જનરલ કે.વેણુગોપાલે કહ્યું કે પરીક્ષામાં નોંધણી માટે જમ્મુ કાશ્મીર, મેઘાલય અને આસામની જેમ ઓળખની સાબિતી તરીકે સીબીએસઈ પાસપોર્ટ, મતદાતા ઓળખ કાર્ડ અને રેશનકાર્ડનો ઉપયોગ કરી શકે છે.