(એજન્સી) તા.ર૯
જામિયા નગરની એક સરકારી શાળાની ર૩ જેટલી વિદ્યાર્થિનીઓ જેમણે નીટ પરીક્ષા આપી હતી અને કવોલિફાય થઈ હતી, તેમાંથી રર વિદ્યાર્થિનીઓ કોઈપણ તબીબી સંસ્થા (મેડિકલ ઈન્સ્ટીટયુટ)માં પ્રવેશ મેળવવા જેટલી ભાગ્યશાળી ન થઈ શકી આ વિદ્યાર્થિનીઓએ મુસ્લિમ મીરરને જણાવ્યું કે તેઓ કોઈપણ સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લાયક નહોતી કારણ કે સંસ્થાનો દ્વારા જારી કરાયેલા કટ-ઓફ માર્કસના સ્તર કરતા તેમના સ્કોર્સ ઓછા હતા. જો કે, તેણીઓ બધી ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાને પાત્ર હતી, પરંતુ કોલેજો દ્વારા નક્કી કરવામાં આવેલી શિક્ષણ ફી તેમને પરવડી ન શકતી હોવાથી તેઓ આવું કરી શકે તેમ ન હતું. રરમાંથી એક વિદ્યાર્થિની માદિહાએ કહ્યું કે, એમ મધ્યમ વર્ગીય પરિવારથી છીએ, અમને તેમની ફી પરવડી શકે તેમ નથી. આ વિદ્યાર્થિનીઓ નવી દિલ્હી, નૂરનગર, ઓખલા વિસ્તારની સર્વોદય કન્યા વિદ્યાલયમાં ભણતી હતી. તેઓ દિલ્હીની સરકારી શાળાઓના પ૬૯ વિદ્યાર્થીઓમાં જેમણે આ વર્ષે દિલ્હીમાં નીટની પરીક્ષા પાસ કરી લીધી હતી. ઉપરોકત જણાવવામાં આવેલી શાળાની એક વિદ્યાર્થિની તસનીમ પરવીન, દક્ષિણ દિલ્હીમાં સ્થિત મીરાબાઈ પોલિટેકનિક સરકારી કોલેજમાં બી.ફાર્મામાં પ્રવેશ મેળવવામાં સફળ રહી હતી. જો કે બાકીની રર વિદ્યાર્થિનીઓ આ વર્ષે કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ ગઈ હતી.