(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પાસે એમની શરતો મુજબ માફી માંગી છે. અહેવાલ મુજબ કેજરીવાલે પંજાબના પૂર્વ મંત્રી વિક્રમસિંહ મજીઠિયા બાદ માનહાનિના કેસમાં નીતિન ગડકરી પાસે માફી માંગી હતી. જાણકારી અનુસાર ગડકરીએ પોતાની શરતો પર કેજરીવાલ પાસે માફી મંગાવી છે. કેજરીવાલના બે મુખ્ય સહયોગીઓએ ગડકરી અને એમના સહયોગીઓ સાથે અનેક વખત ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો હતો. એક સહયોગીએ જણાવ્યું કે, બંને નેતાઓએ જૂના બનાવ ભૂલીને પરસ્પર સંમતિ દર્શાવી હતી પરંતુ એને આખરી સ્વરૂપ આપવામાં કેટલોક સમય લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૪માં ભ્રષ્ટ નેતાઓની યાદીમાં ગડકરીનું નામ સામેલ કરવામાં આવતા તેમણે કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલ પર કેટલાય રાજકીય નેતાઓએ બદનક્ષીના કેસ કર્યા છે. જેમાં નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિત સામેલ છે. મુખ્યમંત્રી કેજરીવાલ સમક્ષ માનહાનિના ૩૦૦ કેસ નોંધાયા હતા. જેમાંથી આપ નેતાએ નીતિન ગડકરી, કપિલ સીબ્બલ અને તેમના પુત્ર એમ ૩ કેસમાં માફી માંગી લીધી છે.
નીતિન ગડકરીએ પોતાની શરતો પર અરવિંદ કેજરીવાલ પાસે માફી મંગાવી, ચાર મહિનાથી ચાલી રહી હતી કવાયત

Recent Comments