(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
પંજાબ નેશનલ બેન્કનું ૧૧,૪૦૦ કરોડનું કૌભાંડ કરીને ફરાર થયેલા નીરવ મોદીની વિદેશી સંપત્તિ અને કારોબારની ઓળખ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) એ દેશ દેશોને પત્ર પાઠવશે. લેટર રોગોટરી એક પ્રકારના દસ્તાવેજ છે જે વિદેશી કોર્ટ દ્વારા માહિતી પૂરી પાડવાની અપીલ કરવામાં આવે છે. આ દરમિયાન સીબીઆઈએ નીરવ મોદી તથા મેહુલ ચોકસીની કંપનીના ૧૦ સીનિયર એક્ઝિક્યુટીવની સામે લુકઆઉટ પરીપત્ર જારી કર્યો છે.સીબીઆઈના કહેવાનુસાર, આ એક્ઝીક્યુટીવ પણ દેશ છોડીને ફરાર થઈ હોવાની સંભાવના છે.
૧૦ મુદ્દાઓ
૧. નીરવ મોદી અને મેહુલ ચોકસી કોર્ટમાં હાજર ન થયા હોવાથી ઈડી તેમની સામે બિનજામીન પાત્ર ધરપકડ વોરન્ટ બહાર પાડી શકે છે. આ બન્ને તેમની સામે કેસ દાખલ થાય તે પહેલા દેસ છોડીને ભાગી નીકળ્યાં હતા.
૨. મુંબઈની એક વિશેષ કોર્ટે ઈડીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બેલ્જિયમ, હોંગકોગ, સ્વીઝરલેન્ડ, અમેરિકા, બ્રિટન, દુબઈ અને સિંગાપોર તથા સાઉથ આફ્રિકાને લેટર રોગેટરી મોકલવાની અનુમતી આપી છે.
૩. નીરવ મોદી અને મેહુલ ચોકસીની વિદેશી સંપત્તિ અને કારોબારની માહિતી મેળવવા માટે ન્યાયિક વિનંતી કરવામાં આવી છે.
૪. જો જરૂર પડી તો આ સંપત્તિઓ અને આવકના સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવશે તથા તેને મની લોન્ડરિંગ કાયદા હેઠળ જપ્ત કરવામાં આવશે.
૫. આ કેસમાં અત્યાર સુધી ઈડી દ્વારા ૬,૩૯૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેવું અધિકારીઓએ કહ્યું.
૬. પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમા ંનીરવ મોદી અને મેહુલ ચોકસીની ઈડી તથા સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે.
૭. સોમવારે ઈડીએ પીએનબીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનિલ મહેતાને રૂબરૂ હાજર થવાનું કહેણ મોકલ્યું હતું. પીએનબીના ડિરેક્ટર કેવી બ્રહ્માજી રાવની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
૮. અધિકારીઓએ કહ્યું કે મહેતા જ્યારે અમને મળશે ત્યારે તેમને અગાઉના સવાલો જ પૂછવામાં આવશે. તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે બેન્કના બે સીનિયર અધિકારીઓની એકીસાથે પૂછપરછ નહીં કરવામાં આવે.
૯. સીબીઆઈ અને ઈડીએ આ કેસમાં બે એફઆઈઆર દાખલ કરી છે. તેમજ કૌભાંડ સબંધિત ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
૧૦. કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળની ઈડી એજન્સી પંજાબ નેશનલ બેન્ક કૌભાંડની તપાસ કરી રહી છે.