(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૫
સુરત આરોગ્ય તંત્રની બેદરકારીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઉધના વિસ્તારમાં રહેતા દર્દીને પ્રથમ રિપોર્ટ નેગેટિવ બાદ પોઝિટિવ કહી લઈ જતા વિવાદ થયો હતો.
સુરતના ઉધના કાશી નગરમાં રહેતા દર્દીઓ રિપોર્ટ પોઝિટિવને લઈ વિવાદ થયો હતો. પાલીકાએ પહેલર રિપોર્ટ નેગેટિવ કહ્યું બાદમાં પોઝિટિવ કરી તેમના ઘર પર કવોરટાઈનનું બોર્ડ લગાવી દીધું હતું. ત્યારબાદ દર્દીને રાત્રે ૧૦૮ મારફતે સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, પરિવાર પાસે સાઉથ ઝોનની ટીમે પહેલા નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો બાદ પોઝિટિવ બતાવી દર્દીને લઈ જતા તેમને કામગીરી સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. જોે આવતા દિવસોમાં દર્દીનો રિપોર્ટ ફરી નેગેટિવ આવ્યો અને અન્ય કોરોના દર્દીના સંપર્કમાં આવતા રોગ લાગ્યો તો તેનો જવાબદાર કોણ બનશે ? સરકાર અને તંત્રને અપીલ છે કે, મહામારીમાં લોકોને ભયભીત ના કરે આરોગ્ય વિભાગ પોતાની ફરજ જવાબદારીથી નિભાવે જેથી કોઈપણ દર્દીના પરિવારજનો કે નેગેટિવ દર્દીના જીવ ન જોેખમાય.