(એજન્સી) તા.૧૭
બેન્જામિન નેતન્યાહુના વડાપ્રધાન મંત્રાલય દરમ્યાન જેમણે સંબંધોને સામાન્ય બનાવવા માટે સંયુકત અરબ અમીરાત અને બહરીનની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, લગભગ ૩પ૦૦ પેલેસ્ટીનીઓ જેમાં અનેક બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા શહીદ થઈ ગયા અને હજારો અન્ય ઈઝરાયેલી દળોના હુમલામાં ઘાયલ થયા.
નેતન્યાહુને ઈઝરાયેલના સતામણીના પ્રમુખ ઘડવૈયામાંથી એક અને પેલેસ્ટીનની વિરૂદ્ધ ઉલ્લંઘનો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેને ઈઝરાયેલી સેના દ્વારા નાકાબંદી હેઠળ ગાઝા પટ્ટી પર બે લોહિયાળ હુમલાઓ દરમ્યાન વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈઝરાયેલી અધિકાર સમૂહ બી તસ્લેમના આંકડાઓ મુજબ લગભગ ૩પ૦૦ પેલેસ્ટીની કબજાવાળા વેસ્ટ બેંકમાં ઈઝરાયેલી સેનાના હુમલામાં શહીદ થયા છે અને ર૦૦૯ પછીથી ગાઝાને ઘેરી લીધું જ્યારે નેતન્યાહુ વડાપ્રધાન હતા.
ઈઝરાયેલના હુમલાઓમાં જીવ ગુમાવનારાઓમાં પેલેસ્ટીનીઓમાંથી ૭૯૯ બાળકો અને ૩૪ર મહિલાઓ હતી. ર મોટા પાયા પર સંચાલન સાત વખત વડાપ્રધાનની સીટ લેનારા નેતન્યાહુએ ર૦૧રમાં ઓપરેશન પિલર ઓફ કલાઉડ’ અને ર૦૧૪માં ગાઝાપટ્ટીની વિરૂદ્ધ “ઓપરેશન પ્રોટેકટિવ એજ” હુમલાનો આદેશ આપ્યો હતો. ગાઝા પર ઈઝરાયેલના ર૦૧રના હુમલામાં ૧૬૭ પેલેસ્ટીનીઓ પોતાની જીવ ગુમાવ્યો.
ર૦૧૪નું વર્ષ પેલેસ્ટીના ઈતિહાસમાં સૌથી લોહિયાળમાંથી એક હતું કારણ કે ૮ જુલાઈએ ઈઝરાયેલે ગાઝા પર જે હુમલાઓ માટે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. સંયુકત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ ઈઝરાયેલની સેનાએ ગાઝાને પ૦ દિવસની અંદર લગભગ પ૦૦૦૦ ટેન્ક અને તોપખાનાના ગોળાથી ૩૦૦૦ હવાઈ હુમલા કર્યા.