(એજન્સી) તા.૧૩
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જાહેરાત કરી છે કે તે ર૦૦૦ ઈથિયોપિયન યહૂદીઓને ઈઝરાયેલ લઈ જવાની યોજના બનાવી રહ્યા છે. નેતાન્યાહુએ ટ્‌વીટર પર લખ્યું કે “મેં ઈથિયોપિયન વડાપ્રધાન અહેમદને જણાવ્યું કે હું અદીસ અબાબા અને ગોંદરથી કેટલાક ર૦૦૦ લોકોને તાત્કાલિક લાવવાનો ઉદ્દેશ ધરાવું છું. યહૂદીઓના ઈઝરાયેલ માટે જારી રાખવાની અમારી પ્રતિબદ્ધતા હેઠળ જવાબમાં ઈથિયોપિયન વડાપ્રધાને નેતાન્યાહુને જણાવ્યું કે આ પગલું બંને દેશોના લોકોની વચ્ચે વિશેષ સંબંધનું પ્રતિક છે. નેતાન્યાહુના કાર્યાલયના ટ્‌વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ઈથિયોપિયાના વડાપ્રધાને સંયુક્ત અરબ અમિરાત અને બહેરિનની સાથે ઐતિહાસિક શાંતિ, સમજૂતિ પર અમને અભિનંદન આપ્યા. ટિ્‌વટમાં જણાવવામાં આવ્યું છે કે નેતાન્યાહુને જોડવા એક ઐતિહાસિક પગલું છે. જેમાં માત્ર આવનારી પેઢીઓને જ કાર્યકૂશળતા અને તેના પૂર્ણ સકારાત્મક પરિણામોને સમજવા પડશે. ૧૩ ઓગસ્ટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએઈ અને ઈઝરાયેલની વચ્ચે વોશિંગ્ટન દ્વારા દલાલીની વચ્ચે શાંતિ સમજૂતિની જાહેરાત કરી.