(એજન્સી) તા.૫
ગયા અઠવાડિયે ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુની સઉદી શહેર નિઓમની બિન-જાહેર યાત્રાની વિગતો લીક થતા સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈઝરાયેલી અધિકારી સાથેની બેઠક રદ કરી દીધી છે. અરબ ૪૮ અનુસાર આ બેઠક થવાનું કારણ મોટાભાગે એ છે કે, અગાઉની એક બેઠક જેમાં નેતાન્યાહુ સાથે એમબીએસ, યુએસના વિદેશ સચિવ પોમ્પિઓ અને ઈઝરાયેલી મોસાદના પ્રમુખ યોસી કોહેન જોડાયા હતા. તે બેઠક ગોપનીયતાના અભાવના લીધે આ બેઠક રદ થઈ હતી. ઈઝરાયેલના શિક્ષણમંત્રી, નેતાન્યાહુના સુરક્ષા મંત્રીમંડળ અને તેમની લિહુડ પાર્ટીના સત્ય યોઆવ ગેલાન્ટે આ અઠવાડિયાની શરૂઆતમાં ગુપ્ત બેઠક થઈ હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે ઈઝરાયેલના આર્મી રેડિયોને કહ્યું હતું કે, ‘એ હકીકત છે કે, એક બેઠક યોજાઈ હતી જેને જાહેરમાં વખોડી કઢાઈ હતી અને હાલમાં ભલે તે અડધી સત્તાવાર હોય તો પણ ખૂબ જ મહત્ત્વની બાબત તો છે જ’ જો કે સઉદીના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાને આ બેઠક થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે, પોમ્પિઓની તાજેતરની મુલાકાત દરમિયાન જે અધિકારીઓ હાજર રહ્યાં હતા તે ફક્ત અમેરિકનો અને સઉદીના હતા. જો કે, ગુપ્ત બેઠકના થોડા જ દિવસો પછી સઉદી અરબિયાની સલ્તનતએ ઈઝરાયેલી કોર્મશિયલ ફલાઈટ્‌સને યુએઈ તરફ જવા માટેના તેના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી હતી.