(સંવાદદાતા દ્વારા) નેત્રંગ, તા.ર૮
નેત્રંગ તાલુકાની ૨૦ શાળાઓ બંધ થવાથી ૪૦૯ આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતાઓ જણાઇ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં કાર્યરત પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦થી ઓછી હશે, તે તમામ શાળાઓને મર્જ કરાશે. એટલે કે, બંધ કરી દેવામાં આવશે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે, જેની સીધી અસર ભરૂચ જિલ્લાના તમામ તાલુકા સહિત નેત્રંગ તાલુકામાં પણ જોવા મળી રહી છે. જેમાં નેત્રંગ તાલુકાની ૨૦ જેટલી પ્રા.શાળાઓ બંધ થનાર છે, તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. જેનું મુખ્ય કારણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦થી ઓછી છે અને ૪૦૯ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતાઓ જણાઇ રહી છે. તમામ શાળાઓમાં સો ટકા આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરતાં હોવાથી વિદ્યાર્થીઓ સહિત વાલી વર્ગ ચિંતિત બની ગયો છે. જ્યારે ૪૦ જેટલા શિક્ષકો ફાજલ પડશે તેવી માહિતી મળી છે. આ બાબતે જવાબદાર અધિકારનો સંપર્ક કરતાં સંવાદમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ કક્ષાએથી આ બાબતે કોઇ જાણ કરાઈ નથી, ત્યાં સુધી આ બાબતે કહી શકાય તેમ નથી.
નેત્રંગ તાલુકાની ર૦ શાળાઓ બંધ થવાથી ૪૦૯ આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય

Recent Comments