(એજન્સી) તા.૨
નેપાળમાં રાજકીય હોબાળો સર્જાયો છે. દરમિયાન આનન ફાનનમાં વડાપ્રધાન કેપી ઓલીએ તેમની સત્તા બચાવવા માટે અંતિમ પાસા ફેંક્યા હતા અને કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી હતી. કેબિનેટે આ દરમિયાન રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને અપીલ કરી હતી કે તે જરાય વિલંબ કર્યા વિના વર્તમાન સંસદ સત્ર અટકાવી દે. આ તમામ ઘટનાક્રમ એવા સમયે થયું છે જ્યારે પુષ્પ કમલ દહલના નેતૃત્વ હેઠળની સત્તાધારી પાર્ટીના વિરોધીઓ ઓલીના રાજીનામાની માગ કરી રહ્યાં છે.
૧. ૨૮ જૂને કાઠમંડુના પ્રસિદ્ધ અખબારે કહ્યું કે ઓલીસએ કહ્યું છે કે તેમની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને તેની પાછળ ભારતની ભૂમિકા છે.
૨. નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓલીનો સજ્જડ રીતે વિરોધ કરી રહી છે. ઓલી એનસીપીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ પણ તેના ચેરમેન જ હતા.
૩. જ્યારે ભારતવિરોધી વલણ અપનાવ્યું ત્યારથી જ ઓલીની મુશ્કેલીઓ વધવા માંડી. ઓલી હાંસિયામાં ધકેલાયા અને પ્રચંડે પાર્ટીના ૪૪ સભ્યો પર પ્રભુત્વ મેળવ્યો.
૪. એનસીપીના વરિષ્ઠ નેતાઓ પ્રચંડ, માધવ કુમાર નેપાળ, ઝાલા નાથ ખનાલ, બામદેવ ગૌતમે ઓલીના રાજીમાની માગ કરી હતી.
૫. જ્યારે ભારતે લિપુલેખથી થઈને માનસરોવરનો રસતો ખોલ્યો ત્યારથી ઓલીએ રાષ્ટ્રવાદનો મુદ્દો સળગાવ્યો. ઓલીએ લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળના ક્ષેત્ર ગણાવ્યા.
૬. નેપાળમાં ૨૦૧૫માં જ તેમણે નવા બંધારણને અમલી બનાવ્યો હતો. તેમણે ભારત વિરોધી નીતિઓને જ પ્રાધાન્ય આપ્યું.
૭. ૨૦૧૬માં ઓલીએ પાર્ટી છોડી દીધી. ત્યારે અન્ય પાર્ટીઓએ તેમને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. ત્યારે મધેસી, થારુ અને અન્ય સમુદાયના લોકો દ્વારા નેપાળમાં પ્રચંડ દેખાવો કરાયા હતા.
૮. ૨૦૧૭માં ટર્નિંગ પોઇન્ટ આવ્યું. બે કોમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદી પ્રચંડના નેતૃત્વ હેઠળની અને માર્ક્સવાદી ઓલીના નેતૃત્વ હેઠળની.બંનેનો વિલય થયો.
૯. સત્તામાં આવ્યા પછી ઓલીએ ભારત અને નેપાળની મિત્રતા સામે વાંધો ઊઠાવ્યો.
૧૦. એવું કહેવાય છે કે તે ચીનના પીઠબળ હેઠળ ભારત વિરોધી શત્રુતાને પ્રાધાન્ય આપી રહ્યા હતા અને આ કારણોસર જ અન્ય લોકોએ તેમની વિરુદ્ધ જ બળવો પોકાર્યો.