વડાપ્રધાનની ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
નેપાળમાં આવતા વર્ષે ૩૦ એપ્રિલથી ૧૦ મેની વચ્ચે ચૂંટણી યોજાશે, રવિવારે
ઓલીએ કેબિનેટ બેઠક બોલાવીને આ પ્રસ્તાવ મૂક્યો, જેનો કોઈએ વિરોધ કર્યો નહીં
(એજન્સી) કાઠમાંડુ,તા.૨૦
નેપાળમાં ફરી એકવખત રાજકીય સંગ્રામ વધતો દેખાઇ રહ્યો છે. પાર્ટીની અંદરથી જ વિરોધ ઝીલી રહેલા નેપાળી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રવિવારના રોજ અચાનક મંત્રીમંડળની બેઠકમાં સંસદના હાલના ગૃહને ભંગ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ વિદ્યા દેવી ભંડારીએ સંસદને ભંગ કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. નેપાળમાં આવતા વર્ષે ૩૦ એપ્રિલથી ૧૦ મેની વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે આ જાણકારી આપી છે.
સૌથી મોટી વત એ છે નેપાળના સંવિધાનમાં જ ગૃહને ભંગ કરવાની કોઇ જોગવાઇ નથી. એવામાં બીજા રાજકીય પક્ષ સરકારના આ નિર્ણયને કોર્ટમાં પણ પડકારી શકે છે. ઓલીની કેબિનેટમાં ઉર્જા મંત્રી બરશમૈન પુન એ કહ્યું કે આજની કેબનિટની બેઠકમાં સંસદને ભંગ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ મોકલવાનો નિર્ણય કરાયો છે. આપને જણાવી દઇએ કે ઓલી પર સંવૈધાનિક પરિષદ અધિનિયમથી સંબંધિત એક અધ્યાદેશને પાછો લેવાનું દબાણ હતું. મંગળવારના રોજ રજૂ કરાયેલા આ અધ્યાદેશને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ પણ મંજૂરી આપી દીધી હતી.
રવિવારના રોજ જ્યારે ઓલી કેબિનેટની ઇમરજન્સી બેઠક સવારે ૧૦ વાગ્યે બોલાવી હતી ત્યારે કેટલીક હદ સુધી આશા વ્યકત કરાઇ હતી કે આ અધ્યાદેશને બદલવાની ભલામણ કરાશે. પરંતુ તેની જગ્યાએ મંત્રીમંડળે હાઉસ વિઘટનની ભલામણ કરી. ઓલીની ખુદની નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી એ કેબિનેટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના પ્રવકતા નારાયણજી શ્રેષ્ઠ એ કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં કરાયો છે કારણ કે આજે સવારે કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી ઉપસ્થિત નહોતા. આ લોકતાંત્રિક માપદંડોની વિરૂદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઇ જશે. તેને લાગૂ કરી શકાશે નહીં. સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠે કહ્યુ કે આ નિર્ણય ઉતાવળમાં કરવામાં આવ્યો છે કેમ કે આજે સવારે કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી ઉપસ્થિત નહોતા. આ લોકતાંત્રિક માનદંડો વિરૂદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઈ જશે. આને લાગુ કરી શકાશે નહીં.
નેપાળમાં આ રાજકીય ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં નેપાળી કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ઓલી સરકાર દેશમાં રાજતંત્રવાદીઓનું સમર્થન કરી રહ્યા છે. નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કે પી શર્મા ઓલી સરકાર દેશના વિભિન્ન ભાગોમાં રાજશાહી સમર્થક રેલીઓને રણનીતિક રીતે સપોર્ટ કરી રહ્યા છે. આ રેલીઓમાં બંધારણીય રાજતંત્રને ફરી શરૂ કરવા અને દેશને હિંદુ રાષ્ટ્ર તરીકે ફરીથી સ્થાપિત કરવાની માગ કરવામાં આવી હતી.
Recent Comments