(એજન્સી) કાઠમંડુ, તા.૨૨
ભારત અને નેપાળ વચ્ચે પણ હવે વિવાદ ચાલી રહ્યો છે. નેપાળ સરકારે બિહારના પૂર્વી ચંપારણના ઢાકા અનુમંડળમાં લાલ પકેયા નદી પર બની રહેલા તટબંધનું પુનનિર્માણ કાર્ય રોકી દીધું છે. બિહારના જળસંસાધન મંત્રી સંજય કુમારે ઝાએ જણાવ્યું કે નેપાળ ગંડક ડેમના સમારકામની મંજૂરી આપી રહ્યું નથી. જ્યારે લાલ બકેયા નદી ‘નો મેન્સ લેન્ડ’નો હિસ્સો છે. આ સિવાય તેમણે કહ્યું કે નેપાળે અન્ય કોઈ સ્થાન પર સમારકાર રોકી દીધું છે. પહેલી વાર અમે લોકો આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અમે સમારકામ માટે સામગ્રી પણ પહોંચાડી શકતા નથી. અમારા સ્થાનિક એન્જિનિયર અને જિલ્લા કલેક્ટર સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને હવે અમે વર્તમાન સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયને પત્ર લખીશું. તેમણે આગળ લખ્યું કે જો મામલાનું યોગ્ય રીતે અને નિર્ધારીત સમયમાં નિરાકરણ નહીં આવે તો બિહારમાં ભયંકર પૂરની સમસ્યા સર્જાઈ શકે છે. બિહાર સરકારના મંત્રી સંજય ઝાએ આગળ કહ્યું કે, જો અમારી એન્જિનિયરો પાસે પૂરનો સામનો કરનારી સામગ્રી નહીં પહોંચે તો બંધનું સમારકામ પ્રભાવિત થશે. જો નેપાળમાં ભારે વરસાદને કારણે ગંડક નદીનું જળસ્તર વધે છે તો આ એક ગંભીર સમસ્યા પેદા થઈ શકે છે. સંજય કુમારે ઝાએ કહ્યું કે ગંડક તટડેમના ૩૬ દરવાજા છે, જેમાંથી ૧૮ નેપાળમાં છે. ભારતે પોતાના ભાગમાં આવતા ફાટક સુધીના બંધની પ્રતિ વર્ષની જેમ મરામત કરી દીધી છે. નેપાળે પોતાના ક્ષેત્રમાં મરામત કામ કરવામાં રોડા નાખ્યા છે, જેને લઈને બિહાર સરકારની ચિંતા વધી ગઈ છે.