પાલનપુર, તા.રર
પાલનપુરના ખારાવાસ તૌફિક સિંધીએ તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ વિશ્વ કક્ષાની દોડ સ્પર્ધામાં અન્ય હરીફોને પાછળ છોડી દોડ સ્પર્ધામાં વિજેતા બની ગોલ્ડમેડલ મેળવતા સમગ્ર ગુજરાત સહિત પાલનપુરનું નામ રોશન કર્યું છે, ત્યારે અન્ય યુવાનોમાં પણ એથ્લેટિક સહિત અન્ય ક્ષેત્રે નામ રોશન કરે તે હેતુસર રવિવારે રાત્રે તૌફિક સિંધીને સન્માનિત કરવા સમારંભ યોજાયો હતો. જેમાં મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા અને પિતાની છત્રછાયા પણ ગુમાવી ચૂકેલા તૌફિક સિંધી પોતાની લગન અને માતાની દુઆથી આ સ્પર્ધા જીતી હોવાનું જણાવ્યું હતું. સમારંભના મુખ્ય મહેમાન પ્રો.એ.ટી. સિંધી તથા આરીફભાઈ સોસાયટી તથા ફરમાન સૈયદ, રહીમભાઈ પઠાણ, અમજદભાઈ સરફરાજભાઈ સિંધી (કોર્પોરેટર), યુનુસ સિંધીએ હાજર રહી ઉપસ્થિત યુવાનોને એક સૂર જણાવ્યું હતું કે, ધગશ, મહેનત અને દીનની પાબંદી રાખી આગળ વધશો તો જરૂર અલ્લાહ સફળતા આપશે, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા ખારાવાસ સ્થિત યુવાનો રફીકભાઈ, બાબાભાઈ, ઈમ્તિયાઝભાઈ, મોહસિનભાઈ, કૈયુમભાઈ વગેરેએ ભારે જહેમત ઊઠાવી હતી.
નેપાળ ખાતે યોજાયેલ વિશ્વ કક્ષાની દોડ સ્પર્ધામાં પાલનપુરના તૌફિકે ગોલ્ડમેડલ મેળવતા અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

Recent Comments