(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એવું કહ્યું કે નેવીની પાકિસ્તાની સરહદે જરૂર છે. તેમણે એ વાતે નવાઈ પ્રગટ કરી કે શા માટે નેવીના અધિકારીઓ દક્ષિણ મુંબઈમાં ધામા નાખીને પડ્યાં છે. મુંબઈના મલાબાર હિલ્સમાં એક હોટલ વતી પુલ નિર્માણકામ રોકવાનો નેવીના પ્રયાસોને કારણે ગડકરી ભારે નારાજ બન્યાં હતા. તેમણે કહ્યુંમ કે ભારતીય નેવીની આદત વિકાસ કામોમાં અડચણ પેદા કરવાની રહી છે. મુંબઈના કાર્યક્રમમાં નેવીની આકરી ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું કે નેવીની માલાબાર હિલ્સમાં શું જરૂર છે. તેમનું કામ સરહદે રક્ષણ કરવાનુંમ છે. નેવીના એક અધિકારી દક્ષિણ મુંબઈમાં પોતાના માટે ક્વોર્ટર માંગે છે. હું તેમને વધારે મહત્વ આપવા માંગતો નથી. પોશ દક્ષિણ મુંબઈમાં નવીના ક્વોર્ટર બનાવવા માટે એક તસુભાર પણ જમીન નહીં આપવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ એવું પણ કહ્યું કે ફેરી અને સેતુ નિર્માણને કારણે સુરક્ષા પર કોઈ ખતરો નથી. ઉલ્લેખનીય છે કે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર, રશ્મિ ડેવલપેમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપની નિર્માણકામ રોકવા માંગે છે. ફર્મનો ઉદ્દેશ અરબી સમુદ્ર નજીકની તેની ફાઈવ સ્ટાર હોટલ સમંદર સુધી યાત્રીઓ માટે ફેરી દ્વારા સહેલ કરવા માટે એક નાના પુલ બનાવવાનો હતો. નેવીના વેસ્ટર્ન કમાન્ડે સુરક્ષા કારણોસર આ પ્રોજેક્ટને મંજૂરી આપી નથી. કાર્યક્રમમાં વેસ્ટરન નેવલ કમાન્ડ ચીફ વાઈસ એડમિરલ ગિરિશ લુથારા પણ હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં બોલતાં ગડકરીએ કહ્યું કે હજુ થોડા સમય પહેલા મને સાંભળવા મળ્યું કે હાઈકોર્ટે જેટી નિર્માણકામને રદ કરી નાખ્યું છે. તેનું પાછળનું શું કારણ, નેવીએ આ કામનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમે તેની મંજૂરી આપી નથી. પરંતુ હવે મલબાર હિલમાં નેવીની શું જરૂર છે. તેમનુ અહિંયા કંઈ કામ નથી. પરંતુ સારા કામોની રાહમાં રોડા નાખવાની આદત પડી છે. તેમણે કહ્યું કે તમે મારી પાસે ફાઈલ લઈને આવ્યાં હતા. અમે સરકાર છીએ, નેવી કે સંરક્ષણ મંત્રાલય જ સરકાર નથી. ગડકરીએ ઉમેર્યું કે હું અટકી પડેલા પ્રોજેક્ટ માટેની કમિટીનો અધ્યક્ષ છું અને એજન્ડામાં આવતાં જ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દેવામાં આવે છે.