હિંમતનગર,તા.૨૯
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ના મોટાભાગના વિસ્તારો ના રોડ-રસ્તાઓ પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યા હતા, જેને લઇને સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન બન્યા છે ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો ની રજૂઆતને લઈ તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે, કે ટૂંક સમયમાં રોડ રસ્તા નું રિસર્ફેસીંગ કરી દેવામાં આવશે, પરંતુ દાવાઓ માત્ર કહેવા પૂરતા જ હોય તેવું સ્પષ્ટ થાય છે. અને સ્થાનિક લોકો અને વાહનચાલકો આ પરેશાની નો સામનો કરવા મજબૂર બની રહ્યા છે, તો બીજી તરફ ચિલોડા થી શામળાજી અંદાજિત ૧૦૦ કિલોમીટર સુધી નું નેશનલ હાઇવે સિક્સ લેન માં રૂપાંતરણ થઈ રહ્યું છે, ત્યારે થોડા-થોડા અંતરે ડાયવર્ઝન અને મોટા-મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને લઇને વાહનચાલકો મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
જેથી અકસ્માત થવાનો પણ એટલો જ ભય સતાવી રહ્યો છે, ત્યારે વાહન ચાલકોની માગ છે, કે રોડ-રસ્તાઓ ને બિસ્માર થયા હોય અને પુરતી સુવિધાઓ ન મળતી હોય તો પણ ટોલ ટેક્સ વસુલવામાં આવતો હોય છે, ત્યારે સરકાર ના જ માણસો અને નીતિ વિષયક નિર્ણય કહીને વાતને ટાળતા હોય છે, ત્યારે હિંમતનગર એપીએમસી માર્કેટ માં ખેડૂતલક્ષી કાર્યક્રમ માં આવેલ આઇ.કે.જાડેજા ને રોડ-રસ્તા બાબતે પૂછતાં તેઓએ આડકતરો જવાબ આપ્યો હતો.
Recent Comments