(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
નોટબંધી પછી દેશની બેંકોમાં સૌથી વધુ બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવી છે. એ સાથે બેંકોમાં શંકાસ્પદ નાણાંકીય વહેવારોમાં પણ નોટબંધી પહેલાંના વર્ષ કરતાં ૪૮૦ ટકા વધારો નોંધાયો છે. નોટબંધી પછી બનાવટી નોટો અને શંકાસ્પદ વહેવારો બાબતના આંકડા પહેલી વખત બહાર આવ્યા છે. આમાં બધી જ બેંકોનો સમાવેશ થાય છે. બેંકો સમેત નાણાંકીય સંસ્થાઓએ શંકાસ્પદ વહેવારોના જે રિપોર્ટ તૈયાર કર્યા છે એ ૪.૭૩ લાખ થવા જાય છે. ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ જે બનાવટી ચલણી નોટો અને શંકાસ્પદ વહેવારોનું પૃથ્થકરણ કરે છે. એમણે અહેવાલ આપ્યું છે કે, બેંકોમાં અને અન્ય નાણાંકીય ચેનલોમાં ર૦૧૬-૧૭ના વર્ષમાં બનાવટી નોટોના વહેવારોના ૩.રર લાખ પ્રસંગો બન્યા હતા. બનાવટી ચલણી નોટોના રિપોર્ટો જે ર૦૧પ-૧૬ના વર્ષમાં ૪.૧૦ લાખ બની હતી એ ર૦૧૬-૧૭ના વર્ષમાં ૭.૩૩ લાખ બની હતી જેનું પણ સંબંધ નોટબંધી સાથે છે. ર૦૦૮-૦૯ના વર્ષથી આ પ્રકારના રિપોર્ટ બનાવવામાં આવે છે. આ વર્ષે બનાવેલ રિપોર્ટ સૌથી વધુ છે. આ રિપોર્ટો નાણાંકીય વહેવારોના આધારે બનાવાય છે. જ્યારે બનાવટી ચલણ પકડાય છે ત્યારે આ રિપોર્ટ બનાવવામાં આવે છે. જ્યારે બેંકોને નાણાંકીય વહેવારો શંકાસ્પદ જણાય છે ત્યારે એનો રિપોર્ટ બનાવીને મોકલાવે છે. બેંકોના ખાતાઓમાં રોકડ જમા અને ઉપાડમાં અતિશય વધારો થવાથી બેંકોને આ વહેવારો શંકાસ્પદ જણાય છે. આ વહેવારોમાં પણ ૪૦૦ ટકાનો વધારો ૧૬-૧૭ના વર્ષમાં નોંધાયો છે. નોટબંધી પછીના નોંધાયેલ શંકાસ્પદ નાણાંકીય વહેવારોનો સંબંધ ત્રાસવાદને ભંડોળ આપવા સામે હોઈ શકે છે.