ન્યુઝીલેન્ડ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ નંબરે પહોંચી

ક્રાઇસ્ટચર્ચ, તા.૬
ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ૧૭૬ રનથી હરાવ્યું હતું. આ સાથે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને ૨-૦થી હરાવી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ નંબરે પહોંચી છે. ન્યૂઝીલેન્ડ ૧૧૮ રેટિંગ્સ સાથે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધી છે અને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયા હવે ૧૧૬ રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં ભારત ૧૧૪ પોઇન્ટ સાથે ત્રીજા અને ઇંગ્લેન્ડ ૧૦૬ પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
પાકિસ્તાન ૮૨ રેટિંગ સાથે સાતમા ક્રમે છે. આ પહેલા ૫ જાન્યુઆરીએ રિલીઝ થયેલ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ નંબરે રહ્યું હતું. આ યાદીમાં સાઉથ આફ્રિકા પાંચમાં સ્થાને, શ્રીલંકા છઠ્ઠા સ્થાને, વેસ્ટ ઇન્ડીઝ આઠમાં નંબરે, બાંગ્લાદેશ નવમા ક્રમે અને ઝિમ્બાબ્વે દસમા ક્રમે છે.
ન્યૂઝીલેન્ડ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૬ વિકેટના નુકસાન પર ૬૫૯ રન બનાવ્યા હતા. આ પહેલા પાકિસ્તાને પ્રથમ દાવમાં પ્રથમ બેટિંગ કરતા ૨૯૭ રન બનાવ્યા હતા. પાકિસ્તાન બીજી ઇનિંગમાં ૧૮૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કે વિલિયમ્સને ૨૩૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તે ‘મેન ઓફ ધ સિરીઝ’ રહ્યો હતો. કાયલ જેમ્સન ‘મેન ઓફ ધ મેચ’ હતો, તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૬૯ રન આપીને ૫ વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં ૪૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ૧૦૧ રને પરાજય આપ્યો હતો.
ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૬ વિકેટના નુકસાન પર ૬૫૯ રન બનાવ્યા હતા. આ પહેલા પાકિસ્તાને પ્રથમ દાવમાં પ્રથમ બેટિંગ કરતા ૨૯૭ રન બનાવ્યા હતા. પાકિસ્તાન બીજી ઇનિંગમાં ૧૮૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.