ડબલિન, તા.૯
કપ્તાન સૂઝી બેટ્સની ૧પ૧ રનની ઈનિંગની મદદથી ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે મેચોનો નવો વિશ્વ રેકોર્ડ બનાવતાં અહીયા આયરલેન્ડ વિરૂદ્ધ પ્રથમ વન-ડેમાં ચાર વિકેટે ૪૯૦ રન બનાવ્યા. ન્યુઝીલેન્ડ ટીમનો આ સ્કોર પુરૂષ ક્રિકેટ સહિત કોઈપણ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચનો હાઈએસ્ટ છે. પુરૂષ ક્રિકેટમાં સૌથી વધારે રનનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે જેણે ઓગસ્ટ ર૦૧૬માં નોટિધમમાં પાકિસ્તાન વિરૂદ્ધ ત્રણ વિકેટે ૪૪૪ રન બનાવ્યા હતા. આ અવિશ્વસનીય બેટિંગ સાથે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે પોતાના જ રેકર્ડમાં સુધારો કર્યો છે. આ પહેલા ટીમે જાન્યુઆરી ૧૯૯૭માં ક્રાઈસ્ટચર્ચમાં પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ વિકેટે ૪પપ રન બનાવ્યા હતા. મહિલા ક્રિકેટમાં આ ફક્ત ત્રીજો પ્રસંગ છે જ્યારે વન-ડે મેચમાં ૪૦૦થી વધુ રન બન્યા છે. ન્યુઝીલેન્ડ ઉપરાંત આ સિદ્ધિ ફક્ત ઓસ્ટ્રેલિયાએ મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં ડેનમાર્ક મહિલા ટીમ વિરૂદ્ધ ૧૯૯૭માં ૩૪ વિકેટે ૪૧ર રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ મહિલા ટીમનો વિશ્વ રેકોર્ડ વન-ડે ક્રિકેટમાં બનાવ્યા ૪૯૦ રન

Recent Comments