(એજન્સી) ન્યુયોર્ક, તા.૮
ગુરૂવારે આવેલ વાવાઝોડાની અસરને કારણે રવિવારે બપોરે કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણીના ભારે ગળતરને કારણે તાત્કાલિક ધોરણે સેવાઓ બંધ કરવામાં આવી હતી. એરપોર્ટ એ ટ્‌વીટ કરી સૂચના આપી હતી કે પ્રવાસીઓ એરપોર્ટ માટે નીકળતા પહેલાં એરલાઈન્સ પાસેથી વિમાનનો સમય જાણી લે. ગુરૂવારે આવેલા તોફાનને કારણે સર્જાયેલ અનેક દુર્ઘટનાઓમાંની એક આ છે. ગુરૂવારથી જ વિમાનના સમય વારંવાર બદલાઈ રહ્યા છે. જ્યારે કેટલાક ઉપકરણો પણ થીજી ગયા છે. શનિવારે રાત્રે ડઝનથી વધુ વિમાનો ડાયવર્ટ કરાયા હતા. હાલ ટર્મિનલ ૪ પર ત્રણ ઈંચ જેટલું પાણી ભરાયું ેછે. જેના કારણે પ્રવાસીઓને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. એક અકળાયેલ મહિલા મુસાફરે તો રઝળતાં સામાનનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂકી એરપોર્ટ અંગે ફરિયાદ કરી હતી.