(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૮
ભૂતપૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝનો ન્યુયોર્ક ટાઈમ્સે જાહેર કરેલી ૧૧ પ્રભાવશાળી મહિલાઓની યાદી ર૦૧૭માં સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં દર શનિવારે મહાનુભાવોને લગતી એક કોલમ પ્રકાશિત કરવામાં આવે છે જેમાં ર૭ ઓક્ટોબરે મરિયમ શરીફ વિશેનો એક લેખ છપાયો હતો. જેના આધારે મરિયમની આ યાદીમાં પસંદગી કરવામાં આવી છે. મરિયમ તેના પિતાનો જમણો હાથ ગણાય છે. ન્યુયોર્ક ટાઈમ્સે જાહેર કરેલી ૧૧ પ્રભાવશાળી મહિલાઓની યાદી ર૦૧૭માં મરિયમ ઉપરાંત હેંદા, અયારી, મારગોટ વોલસ્ટ્રોમ, યુ ઝિયુહુઆ, માનલ અલ-શરીફ, એમ્મા મોરાનો, ઓલિવ એર્દોગન, લેટિઝિઆ બટ્ટાગ્લિઆ, સિન્તા નુરીયાહ, એલિસ સ્ચવારઝેરનો સમાવેશ થાય છે.