(એજન્સી) તા.૧૪
એક ન્યૂઝ ચેનલની ગ્રૂપ ડિબેટ બાદ કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીના થયેલા મોતને કારણે પ્રજાજનોમાં આ પ્રકારની ઝેર ઓકતી અને નફરત ફેલાવતી ટીવી ડિબેટ કેટલાં અંશે યોગ્ય છે તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે તે મોટા ભાગની ન્યૂઝ ચેનલોમાં જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવવામાં આવે છે જેઓ આ ડિબેટમાં ભાગ લેતી વખતે એકબીજા અપર ઝેર ઓકે છે અને નફરતયુક્ત ભાષામાં રાડારાડ કરે છે તેમ છતાં જે તે ન્યૂઝ ચેનલના એન્કરને કે બ્રોડકાસ્ટરના એસોસિયેશન અને માહિતી અને પ્રસારણ મંત્રાલય એમ કોઇને સહેજપણ ચિંતા થતી નથઈ કે તેની કોઇને પરવા પણ નથી. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ દ્વારા આ રીતની ગ્રૂપ ડિબેટનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ તરફથી તેના પ્રવક્તા સંબિત પાત્રાએ અને કોંગ્રેસ તરફથી તેના પ્રવકત્તા રાજીવ ત્યાગીએ ભાગ લીધો હતો. આ ડિબેટમાં સંબિત પાત્રાએ વારંવાર ત્યાગીને દેશદ્રોહી અને ગદ્દાર કહ્યા હતા એટલું જ નહીં પરંતુ ત્યારી હિદું જ નથી એમ કહીને તેમની ક્રૂર મજાક પણ ઉડાવી હતી. આ ચર્ચા બાદ ત્યાગી ઉપર હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને થોડાં જ કલાકોમાં તેમનું નિધન થયું હતું. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતેએ આ પ્રકારની ડિબેટ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ટીવીની વિવિધ ચેનલો ઉપર જે પ્રકારે ડિબેટ ચાલી રહી છે તેની ઉપેક્ષા કરવાની હવે આપણને પરવડે તેમ નથી. જાહેરમાં જે રીતે એકબીજા ઉપર ઝેર ઓકવામાં આવે છે તે બંધ થવું જોઇએ. મોટા ભાગની ટીવી ડિબેટમાં એકબીજા ઉપર કાદવ ઉછાડવામાં આવે છે, વ્યક્તિગત હુમલા કરવામાં આવે છે અને તદ્દન અર્થવિહિન વાતો થાય છે. ટીવીની ડિબેટમાં ચર્ચા અર્થપૂણ અને શ્રેષ્ઠતમ બને તથા અસંગત વાતોને ટાળવામાં આવે અને કોઇપણ પ્રકારની અસભ્ય બઆષાનો ઉપયોગ ન થાય થાય એવી તમામ બાબતોની સૌથી મોટી જવાબદારી ડિબેટનુ શોનું આયોજન કરનાર એન્કર અને ટીવીના તંત્રીની છે. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું હતું કે શોના એન્કર દ્વારા અને ડિબેટમાં હાજર અન્ય નેતાઓ દ્વારા કોંગ્રેસ ઉપર અત્યંત કડવા અને તદ્દન હલકટ કક્ષાના પ્રશ્નોની ઝડીઓ વરસાવવામાં આવે છે. જે કાંઇ થઇ રહ્યું છે તે આયોજનબદ્ધ ડિબેટ તો ન જ હોઇ શકે પરંતુ ઉઉહ્લની કુસ્તી થતી હોય તેમ લાગે છે. રાજીવના મોતથઈ પૂરવાર થઇ ગયું છે કે આ પ્રકારની ડિબેટનું આખી ડિઝાઇન ફરીથી તૈયાર કરવાની તાતી જરૂર છે. હું માહિતી અને પ્રસારણ મંત્રાલયને લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનારી ન્યૂઝ ચેનલોના લાયસન્સને રદ કરવાની માંગ કરૂં છું એમ તિવારીએ કહ્યું હતું.