આમ તો અત્યારે માનવીને ભાઈચારાની સૌથી વધુ જરૂર છે. જે રીતે દુનિયાભરના માનવીઓ અંદરોઅંદર લડી રહ્યા છે તે જોઈને ઠેર ઠેર માનવી-માનવી વચ્ચેના ભાઈચારાની આવશ્યકતા પર ભાર મુકાય છે. પ્રસ્તુત તસવીરમાં ઉપરોક્ત પક્ષીઓનો ‘ભાઈચારો’ સહજ ભાવે જોઈ શકાય છે. જે રીતે તેઓ ચાંચમાં ‘ચારો’ દબાવીને સંપથી પક્ષીઓ વચ્ચેના ભાઈચારાનું પ્રદર્શન કરી રહ્યા છે તેના પરથી માનવીઓએ સબક શીખવો જોઈએ. કમસે કમ આ ‘પંખીચારા’ પરથી યે માનવીઓ ‘ભાઈચારા’ની પ્રેરણા લઈ શકે છે.