(એજન્સી) પંચકુલા, તા. ૧૯
પંચકૂલા હિંસામાં કોર્ટે ડેરા અનુયાયીઓ સામે રાજદ્રોહના આરોપોને પડતા મૂક્યાં છે. ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ ની પંચકુલા હિંસા અને આગજની કેસોની સુનાવણી કરી રહેલા કોર્ટે તપાસ કરનાર પોલીસની સીટને એક ઝટકો માર્યો છે. ૫૩ આરોપીઓ સામે દેશદ્રોહ અને હત્યાના પ્રયાસની કલમો દૂર કરી દેવામાં આવી છે. પોલીસ પાસે આ આક્ષેપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવાઓ નથી તેને કારણે આરોપીઓ સામેની કલમો હટાવવામાં આવી છે. જોકે કોર્ટે ચોખ્ખું કહ્યું કે હનીપ્રીત ઈંસા, આદિત્ય ઈન્સા અને બીજો લોકોની સામે દેશદ્રોહ અને ગુનાહિત ષડયંત્રનો કેસ ચાલુ રહેશે. જે આરોપીઓની સામે દેશદ્રોહ અને હત્યાના પ્રયાસની ધારાઓ હટાવી દેવામાં આવી છે તેમાં પંચકુલા ડેરાના ઈન્ચાર્જ ચમકોર સિંહ, પ્રવક્તા સુરેન્દ્ર ધીમાન સહિત કુલ ૫૩ આરોપીઓ સામેલ છે. કોર્ટે આદેશમાં કહ્યું કે પોલીસે આરોપીઓ સામે આઈપીસીની ધારા ૩૦૭ પણ લગાડી હતી પરંતુ ૨૫ ઓગસ્ટની હિંસામાં આ સાબિત થઈ શક્યું નથી કોઈ પોલીસકર્મીની જાન પર જોખમ છે. કેસની તપાસ કરી રહેલી સીટે આરોપીઓની સામે લગાડવામાં આવેલા દેશદ્રોહના આરોપો પણ સાબિત થતાં નથી. બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં કહ્યું કે પોલીસ સીસીટીવી ફૂટેજ કે રેકોર્ડિંગ કે કોઈ એવી સાબિતી રજૂ કરી શકી નથી જેનાથી દેશદ્રોહનો આરોપ સાબિત થઈ શકે. બચાવ પક્ષના વકીલ સુરેશ રોહિલ્લાના જણઆવ્યાનુસાર. આરોપીઓની સામે હવે પંપચકુલાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થશે.