શહેરા, તા.૩
પંચમહાલ જિલ્લાનાં શહેરા અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ડાંગરના પાકની કાપણી શરૂ કરી દેવામા આવી છે.હાલમાં તેમા ડાંગરને કાપીને ઝુડીને તેમા દાણા છૂટા પાડવાની કામગીરી કરવામા આવી રહી છે. પંચમહાલ જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન જિલ્લો છે.અહીના ગ્રામીણ વિસ્તારમા મૂખ્યત્વે ડાંગર અને મકાઈની ખેતી કરવામા આવે છે. ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે. હાલમા શહેરા અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ડાંગરના પાકની કાપણી ખેડૂતો દ્વારા શરૂ કરી દેવામા આવી છે. હાલમા તેમાં ખેડૂતો તેમના પરિવારના સભ્યો સાથે તેમજ કેટલાક ખેડૂતો મજૂરો બોલાવીને ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે.આ વર્ષે જિલ્લામાં વરસાદ પડ્યો પણ તેની સમય અનુકુળતા પ્રમાણે ન પડ્યો હોવાને કારણે ડાંગરના પાકમા ઉત્પાદન ઓછું મળશે એવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.ડાંગરની પાકની કાપણી બાદ તેને છૂટા પાડવાની કામગીરી પણ કરવામા આવી હતી. તેમા ડાંગરને ઝૂડવામા આવે છે. તેમાંથી ડાંગરના દાણા છૂટા પાડવામાં આવે છે. અને તેને સૂકવીને કોઠીમા સાચવામાં આવે છે.હાલમાં બજારમા પોષણક્ષમ ભાવો મળતા નથી તેવું પણ ખેડૂતોનું જણાવવું છે.હાલમાં ડાંગરના સારા ભાવની આશા ખેડૂતો પણ રાખી રહ્યા છે.