નવી દિલ્હી, તા.રપ
લોકડાઉનમાં જે પ્રકારે દેશના ખેડૂતોની સ્થિતિ બદતર થઈ છે તેના પર ઘણા વિપક્ષી પક્ષોએ સરકારને ધેરી છે અને ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી હતી. પરંતુ હવે વિપક્ષની સાથે એનડીએ સરકારના સહયોગી દળ જ સરકાર પર વિશ્વાસ ગુમાવતાં દેખાય રહ્યા છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે બુધવારે કહ્યું કે, તે ખેડૂતો અને સમાજના પછાત વર્ગોના હિત માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, પંજાબના ખેડૂતો, સમાજના પછાત વર્ગના હિતોની સુરક્ષા માટે અને સંઘીય માળખાને મજબૂત કરવા માટે તૈયાર છે.
સુખબીરસિંહ બાદલે સ્પષ્ટ કર્યું છે કે, શિરોમણિ અકાલીદળ માટે કોઈ મંત્રાલય, સરકાર, ગઠબંધન જનહિતથી વધીને નથી. અન્નદાતા માટે આ તમામ ચીજો અમારા માટે મહત્વ રાખતી નથી. અમે સંઘીય બંધારણ માટે તૈયાર છે. અમને આ જાણીને આશ્ચર્ય થાય છે કે, કોંગ્રેસ પાર્ટી જેને તબક્કાવાર ખતમ કર્યું છે તે આ વાત પર વાત કરી રહી છે. આ જ નહીં ગત કેટલાય દિવસોથી જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેના પર પણ સુખબીર સિંહ બાદલે નારાજગી જાહેર કરી છે. સુખબીર સિંહે કહ્યું કે, પંજાબ સરકાર ડીઝલની કિંમત ૧૦ રૂપિયા ઓછી કરવા માટે તૈયાર છે તો પંજાબના બધા પક્ષો આ વાત પર તૈયાર છે કે, તે દિલ્હીમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ઈંઘણના ભાવોને લઈને આંદોલન શરૂ કરશે. ખેડૂત પહેલાથી જ તકલીફોથી લડી રહેલ છે. આવામાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ તેમની મુશ્કેલીને વધારે વધારી રહેલ છે. જેથી કેન્દ્ર સરકારે આના વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે, સરકારે કૃષિ ખરીદ અને ગેરંટીને લઈને જે વાયદા કર્યા હતા તેને નિભાવે જો સરકાર પોતાના આ વાયદાની ચિંતા નહીં કરે તો અમે પણ નેતૃત્ત્વને લઈને કોઈ ચિંતા નહીં કરીએ બતાવીએ કે આ પ્રથમ વાર નથી કે, શિરોમણિ અકાલી દળે એનડીએથી અલગ વલણ અપનાવ્યું હોય. નાગરિકતા કાનૂનને લઈને પણ શિરોમણિ અકાલી દળનો અલગ મત રાખતી હતી. વિચારણીય છે કે, શિરોમણિ અકાલી દળની પાસે લોકસભામાં ર અને રાજ્યસભામાં ૩ સાંસદ છે જ્યારે પંજાબમાં કુલ ૧પ વિઘાયક છે.