(એજન્સી) તા.૩૧
પંજાબના ત્રણ જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાથી ર૧ લોકોનાં મોત થયા પછી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે શુક્રવારે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા. રાજ્યના અમૃતસર, બટાલા અને તરનતારન જિલ્લાઓમાં કથિતરૂપે ઝેરી દારૂ પીવાથી લોકોનાં મોત થયા હતા. ત્યાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર જણાવાઈ છે. આ તપાસ જલંધરના વિભાગીય કમિશનર, રાજ્યના સંયુક્ત આબકારી અને કરવેરા કમિશનર અને સંબંધિત જિલ્લાના એસપી કરશે. તપાસમાં આ હકીકત ઉપર પણ ચકાસણી થશે કે શું ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ બાબત વિશે માહિતી આપતા પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું, પ્રથમ પાંચ મોત મુચ્છલ અને તાંગરા ગામમાં થયા હતા. જેના પછી ૩૦ જુલાઈએ અન્ય બે વધુ લોકોનાં મોત થઈ ગયા. એકબીજા વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય મુચ્છલ ગામમાંથી જ પાછળથી બે અન્ય વ્યક્તિએ જીવ ગુમાવી દીધા. ત્યાં જ બાટલામાં કથિતરૂપે ઝેરી દારૂ પીવાથી બે લોકોનાં મોત થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ જલંધર ડિવિઝનના કમિશનરને કોઈપણ પોલીસ અધિકારી અથવા કોઈ નિષ્ણાતની મદદથી તપાસને સુવિધા આપવાની સ્વતંત્રતા આપી છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે આ બાબતમાં જે કોઈપણ દોષિત જણાશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ પોલીસે એક મહિલાની આ બાબતમાં ધરપકડ કરી છે. પંજાબ પોલીસે મુચ્છલની રહેવાસી બલવિંદર કૌરની આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ ધરપકડ કરી છે. પ્રથમ મોત થયાની ઘટના સામે આવ્યા પછી અમૃતસરના એસએસપી હેઠળ સીઆઈટી (વિશેષ તપાસ ટુકડી) બનાવવામાં આવી હતી.