ચંદીગઢ,તા.૨૯
કોરોના વાયરસની મહામારીને લઇને પંજાબ સરકારને લોકડાઉન અને કર્ફ્યુને બે સપ્તાહ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહએ કહ્યું હતું કે, લોકડાઉન દમરિયાન દરરોજ સવારે ૭ વાગ્યાથી લઇને ૧૧ વાગ્યા સુધી લોકો માટે ચાર કલાક છુટી રહેશે. આ દમરિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નિકળી શકશે અને દુકાનો પણ ખુલી રહેશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કર્ફ્યુ અને લોકડાઉનને વધુ બે સપ્તાહ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ લોકડાઉનને વધારનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા દરમિયાન કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાનને લોકડાઉન વધારવાની માંગ કરી હતી. જો કે, કેટલાક રાજ્ય એવા પણ છે જેમણે સંપૂર્ણ લોકડાઉનની જગ્યાએ કેટલીક છુટછાટો સાથે લોકડાઉન અમલમાં રાખવા પર જોર આપ્યું હતું. એવામાં ત્રીજી મે લોકડાઉન ખતમ થવાના પહેલા જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે તેને બે સપ્તાહ સુધી લંબાવવાની જાહેરાત કરી દીધી હતી. આ ઉપરાંત પંજાબ સરકારને દુકાનોને પણ ખુલ્લી રાખવાની વાત કરી હતી જેથી લોકો જરૂરી સમાનની ખરીદી કરી શકે. જો કે, ઘરથી બહાર નિકળતી વખતે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરવું પડશે. પંજાબમાં કોરોના વાયરસના નવા ૧૨ કેસો સપાટી પર આવ્યા છે જેથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૪૨ થઇ ચુકી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જલંધરમાં સાત, મોહાલી અને તરણતારણ મેં બે-બે, અને હોંશિયારપુર જિલ્લામાં એક કેસ સપાટી પર આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, જલંધર જિલ્લામાં સૌથી વધુ ૮૫ કેસ, મોહાલીમાં ૬૫, પટિયાલામાં ૬૧, પઠાનકોટમાં ૨૮, એસબીએસનગરમાં ૨૦, લુધિયાણામાં ૧૮, અમૃતસરમાં ૧૪, મનસામાં ૧૩, હોંશિયારપુરમાં ૮, તરણતારણમાં સાત, કપૂરથલામાં છહ, મોગામાં ચાર, રુપનગર, સંગરુર અને ફરીદકોટમાં ત્રણ-ત્રણ, ફતેહગઢ, સાહિબ ઔર બરનાલામાં બે-બે, મુક્તસર, ગુરદાસપુર અને ફિરોઝપુરમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં હજુ સુધી ૧૭૦૨૧ સેમ્પલોના પરીક્ષણ કરવામાં આવ્યા ચુક્યા છે જેમાં ૧૩૯૬૬ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે ૨૭૧૩ સેમ્પલોના રિપોર્ટ હજુ સુધી પેન્ડિંગ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૨૧૯ લોકો હજુ સુધી સંક્રમિત થયેલા છે.