ભરૂચ, તા.૬
ભરૂચ જિલ્લામાં આવેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકશાહીના મૂલ્યોનું જતન થાય તેવું રાજકારણ હોવું જોઈએ સાથે-સાથે નૈતિકતા હોવી જોઈએ બહુમતીમાં હોય તેવી સરકાર ને તોડવી ખોટું છે પક્ષપલટો કરનાર સામે ક્રિમિનલ ગુનો દાખલ કરવાની વાત કરી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે બે દિવસ પહેલાં બનેલી દુર્ઘટના માં ખબર અંતર અને વિગતો કાઢવા માટે આવેલા પૂર્વ રાજ્ય મુખ્યમંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં વાત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં બેઠેલા લોકો ગપ્પા મારી ને આવ્યા છે આ ગપ્પાં મારીને ઉપર સુધી પહોંચેલા લોકો એ રાષ્ટ્રીય નેતાઓને કે જેમાં જવાહરલાલ નહેરુ તેમજ મનમોહનસિંહ જેવા લોકોને ગમે તેવી ભાષામાં બોલીને લોકશાહી મૂલ્યો જાળવ્યા નથી તે ખરેખર દુઃખ આપે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં બહુમતીની સરકાર ઓ છે ત્યાં રૂપિયાની લાલચ આપી તોડજોડનું રાજકારણ રમી ને લોકશાહીના મૂલ્યો નેવે મૂકી દીધા છે જે લોકો પક્ષ પલટો કરી રહ્યા છે ના કરતા પણ તેમને રૂપિયા સહિતની લાલચો આપી ખરીદનાર વધુ જવાબદાર છે તેમણે જણાવ્યું હતું કે પક્ષ પલટો પ્રજા હિત માટે હોવો જોઈએ પોતાના સ્વાર્થ માટે કરાતો પક્ષ પલટો એ પ્રજા સાથેનો દ્રોહ છે અને તેના માટે હવે એક નવો કાયદો બનવો જોઈએ જેમાં પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારા આ લોકો સામે ક્રિમિનલ કેસ દાખલ થવો જોઈએ પ્રજા સાથે દ્રોહ કરનારાઓ સામે ગુનો દાખલ થવા જોઈએ વધુમાં તેમણે રાજ્ય સભામાં ૧૯મી રોજ યોજાનારી ચૂંટણીમાં આડકતરો નિર્દેશ આપતા કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મિત્રતા છે તો મારા મત મુજબ કોંગ્રેસને મત આપવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં બે-પાંચ ભાજપના ધારાસભ્યને ખરીદવા માટે પાવર અને ધન હોવું જોઈએ તો તેઓ પણ બેઠક જીતી શકે છે વધુમાં તેમણે આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ૧૯મીએ પહેલા ૧૮મીએ આગેવાનો સાથે બેઠક કરી નિર્ણય લેવાની વાત કરી હતી હાલ તો તેઓ સ્ટેન્ડબાય હોવાનું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.