નવી દિલ્હી, તા.ર૯
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કોહલી અને પૂર્વ કપ્તાન ધોની પોતાનો પગાર વધવા છતાં ખુશ નથી સમાચાર અનુસાર બન્ને ખેલાડીઓએ આ બાબતે સંચાલકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયની સામે પોતાનો મત રજૂ કર્યો છે જો કે તેમના પગારમાં હજી વધારો થવાની સંભાવના ઓછી છે આના માટે રાયએ બીસીસીઆઈની સામાન્યસભાની મંજૂરી લેવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ બન્ને ખેલાડીઓના પગારમાં કોન્ટ્રાક્ટ મુજબ બે ગણો વધારો કરવામાં આવ્યો હતો. નવા કોન્ટ્રાક્ટ મુજબ ગ્રુપ-એમાં સામેલ ખેલાડીઓને હવે દર વર્ષે બે કરોડ રૂપિયા મળશે જ્યારે પહેલાં આ રકમ એક કરોડ રૂપિયા હતી વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ૧૦૦ ટકા વધારો છતાં ખેલાડી ખુશ નથી ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુમ્બલેએ સંચાલકોની સમિતિ સામે પણ પહેલાં આવી માંગ મૂકી હતી. કુમ્બલેએ ગ્રેડ-એના ક્રિકેટરોને વાર્ષિક કોન્ટ્રાક્ટની રકમ પાંચ કરોડ રૂપિયા કરવાનો આગ્રહ કર્યો હતો.