(એજન્સી) પટના, તા.૩૧
પટનાના ફતુહા પોલીસ ક્ષેત્ર સ્થિત ગંગા નદીના મસ્તાના ઘાટ પર બુધવારે સવારે બોટ ઊંઘી થઈ જતાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતકોના પરિજનોને રાજ્ય સરકારે ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતિશકુમારે ઘટના પર ઉંડી સંવેદના વ્યક્ત કરી છે. જાણકારી મુજબ માઘી પુર્ણિમાને લઈ મસ્તાના ઘાટ પર સ્નાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ વચ્ચે કેટલાક શ્રદ્ધાળુ ગંગામાં ડૂબકી લગાવવા માટે નદીના પેલી પાર બોટ અસંતુલિત થઈને ડૂબ થઈ હતી. લોકોના મુજબ બોટ નાની હતી અને તેના પર ૧ર લોકો સવાર હતા. વચ્ચે નદીમાં બોટનું સંતુલન બગડી ગયું અને બોટ ડૂબી ગઈ. બોટમાં બેઠેલા લોકો ડૂબવા લાગ્યા હતા. ઘટના બાદ ઘણા સમય સુધી અફરાતફરી મચી હતી. નદીમાંથી પાંચ મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા જ્યારે પાંચ બીજા લોકો હજી પણ લાપતા બતાવવામાં આવી રહ્યા છે. ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં ખૂબ જ વિલંબ થયો હતો. જેના કારણે ત્યાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પ્રથમવાર નથી બન્યું કે ગંગા નદીમાં બોટ ઉંધી વળી જતાં લોકોએ જાન ગુમાવ્યા હોય. આ પહેલાં પણ ઘણી ઘટનાઓમાં બોટ ઉંધી વળતાથી લોકોએ પોતાની જાન ગુમાવી છે. મોટાભાગની ઘટનામાં બોટની ક્ષમતા કરતા વધારે લોકો બેસવાને લીધે આવી દુર્ઘટના સર્જાય છે.