(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩૦
વડોદરાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણની ક્રિકેટ એકેડેમી ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ (કેપ)માં તાલીમ લઇ રહેલા ઉત્તરાખંડના કોટવાડના ક્રિકેટર શિવમ ભાટીયાની કોટવાડ અંડર-૧૯ ની ડીસ્ટ્રીકટ ટીમમાં કેપ્ટન તરીકે પસંદગી થવા પામી છે. ઉલ્લેખનીય છે કે, નવા અને ટેલેન્ટેડ ક્રિકેટરોને તાલીમ આપવા માટે પઠાણ બંધુઓ દ્વારા ક્રિકેટ એકેડમી ઓફ પઠાનસ (કેપ)ની રચના કરવામાં આવી છે. દેશભરમાં કેપ દ્વારા નવા ઉભરતા ખેલાડીઓને નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. તેવામાં ઉત્તરાખંડ કોટવાડ ખાતે આયોજીત સીલેકશન મેચ બાદ કોટવાડ અંડર-૧૯ ની ટીમમાં કેપ ખાતે તાલીમ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શિવમ ભાટીયાની ટીમમાં પસંદગી કરી તેને કેપ્ટન તરીકે પણ નિયુકત કરાયો છે.