(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી અને પાંચ માસની ગર્ભવતિ પરણિતાએ પતિ સાથે થયેલા ઝઘડાથી આવેશમાં આવી એસીડ ગટગટાવી લેતા સારવાર દરમ્યાન પરણિતાનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, દંતેશ્વરના ઝવેરનગર ખાતે રહેતી અને મુળ યુ.પી.ની ૨૨ વર્ષિય ગીતા પ્રદિપભાઇ સરોજનાં લગ્ન ૬ મહિના પહેલા થયેલા હતા. ગીતા અને પ્રદિપભાઇ બંનેનું આ બીજી લગ્ન હતું. લગ્ન બાદ ગીતા ગર્ભવતિ બની હતી. પતિ પ્રદિપ અગાઉની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હતો. જેના પગલે બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડો થતા આવેશમાં આવી ગયેલી ગીતાએ એસીડ ગટગટાવી લેતા તેની તબિયત લથડી હતી. તાત્કાલીક સારવાર અર્થે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન ગીતાબેનનું મોત નિપજ્યું હતું.