સેન્ચુરિયન,તા. ૧૭
સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ આફ્રિકાએ પ્રવાસી ભારત ઉપર ૧૩૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૨-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. આફ્રિકાની ટીમ હવે ભારત ઉપર ૨-૦ની લીડ ધરાવે છે. આની સાથે જ ભારતીય ટીમની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ આજે તેના બીજા દાવમાં માત્ર ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી લુંગી ગિડીએ તરખાટ મચાવીને ૩૯ રનમાં છ વિકેટો ઝડપી હતી જ્યારે રબાડાએ ૪૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતની મજબૂત દેખાતી બેટિંગ લાઈનઅપ ફરી એકવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઈ હતી. કોઇપણ બેટ્‌સમેન આફ્રિકાના બોલરો સામે ટકી શક્યા ન હતા. રોહિત શર્મા સૌથી વધુ ૪૭ રન કરીને આઉટ થયો હતો. ગઇકાલે જ ભારતની હાર તે વખતે નક્કી થઇ ગઈ હતી જ્યારે ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે લુંગી ગિડીની પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે બીજા દાવમાં ઝડપથી વિકેટો ગુમાવી હતી. આની સાથે જ સતત બીજી ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર થઇ હતી. ભારતીય બેટ્‌સમેનોએ ફરી એકવાર જવાબદારી વગરની બેટિંગ કરી વિકેટો ગુમાવી હતી. બોલરોએ જીતવા માટેની તક સર્જી હોવા છતાં આ ટેસ્ટ મેચમા ંપણ ભારતે ગુમાવી દીધી હતી.
સેન્ચુરિયન ટેસ્ટ : સ્કોરબોર્ડ
આફ્રિકા પ્રથમ દાવ : ૩૩૫
ભારત પ્રથમ દાવ : ૩૦૭
આફ્રિકા બીજો દાવ : ૨૫૮
ભારત બીજો દાવ :
વિજય – બો. રબાડા ૦૯
રાહુલ- કો. મહારાજ
બો. ગિડી ૦૪
પુજારા – રનઆઉટ ૧૯
કોહલી- એલબી
બો.લુંગી ગિડી ૦૫
પટેલ- કો. મોર્કેલ
બો. રબાડા ૧૯
રોહિત- શર્માકો.ડિવિલિયર્સ
બો. રબાડા ૪૭
પંડ્યા- કો. ડીકોક
બો. લુંગી ગિડી ૦૬
અશ્વિન- કો.ડીકોક
બો. લુંગી ગિડી ૦૩
સામી- કો. મોર્કેલ
બો. લુંગી ગિડી ૨૮
ઇશાંત- અણનમ ૦૪
બુમરાહ- કો. ફિલાન્ડર
બો. લુંગી ગિડી ૦૨
વધારાના ૦૫
(૫૦.૨ ઓવરમાં આઉટ) ૧૫૧
પતન : ૧-૧૧, ૨-૧૬, ૩-૨૬, ૪-૪૯, ૫-૬૫, ૬-૮૩, ૭-૮૭, ૮-૧૪૧, ૯-૧૪૫, ૧૦-૧૫૧
બોલિંગ :
ફિલાન્ડર ૧૦-૩-૨૫-૦ રબાડા ૧૪-૩-૪૭-૩
ગિડી ૧૨.૨-૩-૩૯-૬,
મોર્કેલ ૮-૩-૧૦-૦
મહારાજ ૬-૧-૨૬-૦