(એજન્સી) તા.૯
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્નીએ શુક્રવારે તેની વિરૂદ્ધ લેખિત ફરિયાદ દાખલ આપ્યા પછી તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કોલકાતાના જાદવપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં મોહમ્મદ શમી અને તેના કુટુંબના અન્ય ચાર સભ્યોનો સમાવેશ થાય છે જેમના વિરૂદ્ધ ભારતીય દંડસંહિતાની વિવિધ ધારાઓ લગાવવામાં આવી છે. જેમાં ૪ ધારા ૪૯૮એનો પણ સમાવેશ થાય છે જે સ્ત્રી પર તેના પતિ અને સંબંધીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચારો માટે છે. શમી વિરૂદ્ધ જે અન્ય આરોપો લગાડવામાં આવ્યા છે. તેમાં ધારા ૩૦૭ હત્યાનો પ્રયાસ, ધારા ૩ર૩ સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા માટે સજા, ધારા ૩૭૬ બળાત્કાર, ધારા પ૦૬ ગુનાહિત ધાક-ધમકી, ધારા ૩ર૮ અને ધારા ૩૩૪નો સમાવેશ થાય છે. ક્રિકેટર શમીની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે શમી તેને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને તેના ઘણા બધા લગ્નેત્તર સંબંધો પણ છે પરંતુ શમીએ તેની પત્નીના બધા આક્ષેપો નકારી કાઢયા હતા. તેણે કહ્યું હતું કે, તેની પત્નીને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે.